કાશ્મીરમાં આતંકવાદીઓની ઉંમર ઘટી, 2 વર્ષમાં 360 ઠાર

કોઇ પણ બાબતનો ઉકેલ શસ્ત્રો ઉઠાવવાથી નહી પરંતુ મંત્રણા કરવાથી જ આવતો હોય છે, કાશ્મીરી યુવાનોને ભટકાવવામાં આવી રહ્યા છે

કાશ્મીરમાં આતંકવાદીઓની ઉંમર ઘટી, 2 વર્ષમાં 360 ઠાર

નવી દિલ્હી : કાશ્મીર ખીણમાં સુરક્ષા દળોના એક પછી એક ઘણા અભિયાનોથી આતંકવાદીઓની ઉંમર ઘટી ગઇ છે અને છેલ્લા 2 વર્ષ કરતા પણ ઓછા સમયમાં 360 કરતા પણ વધારે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ વાત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ડાયરેક્ટર જનરલ રાજીવ રાય ભટનાગરે એખ ઇન્ટરવ્યુંમાં કહી છે. ખીણમાં આતંકવાદી સંગઠનોમાં જોડાનારા સ્થાનીક યુવાનોનાં વધતા પ્રમાણ શું ચિંતાનો વિષય છે, તેના જવાબમાં તેમણે કહ્યું કે, આતંકવાદીઓની ઉંમર ખુબ જ ઓછી છે, તેઓ વધારે દિવસ સુધી જીવી નહી શકે. તેમની સંખ્યા શક્ય છે કે મોટી હોઇ શકે છે, પરંતુ તેનું પરિણામ સીમિત હોઇ શકે છે. 

પીટીઆઇને આપેલા એક ઇન્ટરવ્યુમાં ભટનાગરે કહ્યું કે, આંકડાઓ પરથી જાણવા મળે છે કે ખીણમાં આતંકવાદી સંગઠનોમાં સમાવિષ્ઠ યુવાનોનું પ્રમાણ વધી રહી છે પરંતુ સુરક્ષા દળ યુવાનો સુધી પહોંચવા માટે દરેક શક્ય પગલાઓ ઉઠાવી રહી છે જેથી તેમને હથિયાર ઉઠાવતા અટકાવી શકાય.. તેમણે કહ્યું, જમ્મુ અને કાશ્મીરનાં આતંકવાદીઓમાં કેટલાક બાહ્ય છે તો કેટલાક સ્થાનિક રસ્તો ભટકી ગયેલા યવાનો પણ છે. 

દેશનાં સૌથી મોટા અર્ધસૈનિક દળનાં પ્રમુખે કહ્યું કે, યુવા આતંકવાદમાં સમાવિષ્ટ થઇ રહ્યા છે કારણ કે અહીં તેમને ગ્લેમર દેખાય છે પરંતુ તેમને સમજવું પડશે કે તેમને કંઇ પ્રાપ્ત નથી થવાનું. તેમણે કહ્યું કે, આ માત્ર સમયની વાત છે. આ ઘણા પ્રયાસો (તેમના મુખ્યધારામાં પરત ફરવા) માટે કરે છે તેમને સરેન્ડર કરવા માટે પણ કહે છે. તેમાંથી કેટલાક મુખ્યધારામાં પરત ફર્યા પણ છે. તેમણે સમજવું પડશે કે હથિયાર ઉઠાવવાથી કોઇ ઇરાદો પુરો થઇ શકતો નથી. 

ભટનાગરે કહ્યું કે,સુરક્ષા અંગેના પડકારોને જોતા સીઆરપીએફએ ફલ બોડી પ્રોટેક્ટર, બુલેટપ્રુફ ગાડીઓ અને વિશેષ બક્થરબંધ ગાડીઓ દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં રહેલા પોતાના જવાનોની સુરક્ષાનું સ્તર વધાર્યું છે. કાશ્મીર ખીણમાં સીઆરપીએફની 60 બટાલિયન ફરજંદ એટલે કે 60 હજાર કરતા પણ વધારે જવાનો ફરજંદ છે. 

સીઆરપીએફના ડીજીએ કહ્યું કે, અમારી ફોર્સ, રાજ્ય પોલીસ અને સેના ખુબ જ સારા તાલમેલ સાથે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ એક યૂનિટ સ્વરૂપે કામ કરી રહ્યા છે. તેના કારણે અમને ઘણી સફળતા મળી છે. આ વર્ષ 142 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જો તમે ગત્ત વર્ષના આંકડાઓ પર નજર નાખો તો220 કરતા પણ વધારે આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા.સુરક્ષા દળોની વચ્ચે જબરદસ્ત સમન્વય છે અને આતંકવાદીઓની વિરુદ્ધ લડાઇલમાં તેમને લીડ મળી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news