આતંકવાદીઓના ટાર્ગેટ પર છે દિલ્હીમાં વસેલા યહુદીઓ, ઇઝરાયેલ પર ભડાશ કાઢવાનો ઇરાદો

વિશ્વસ્ત ગુપ્ત માહિતી અનુસાર દિલ્હીમાં યહુદી (Jews) સમુદાયનાં ઉપર આતંકવાદી હુમલાનો ખતરો છે. જૈશ એ મોહમ્મદ (Jaish-e-Mohammed) અને આઇએસઆઇએસ (ISIS) સાથે મળીને દિલ્હીમાં યહુદીઓ પર હુમલાનું કાવત્રું રચી રહ્યા છે. તેમની સાથે એક અન્ય આતંકવાદી સંગઠનનાં આતંકવાદી પણ છે, પરંતુ તેની ઓળખ થઇ શકી નથી. યહુદી સમુદાયની ઉપર હુમલાથી આ આતંકવાદીઓ ઇઝરાયેલ વિરુદ્ધ હમાસની કાર્યવાહીનું સમર્થન કરવા ઇચ્છે છે. 
આતંકવાદીઓના ટાર્ગેટ પર છે દિલ્હીમાં વસેલા યહુદીઓ, ઇઝરાયેલ પર ભડાશ કાઢવાનો ઇરાદો

નવી દિલ્હી : વિશ્વસ્ત ગુપ્ત માહિતી અનુસાર દિલ્હીમાં યહુદી (Jews) સમુદાયનાં ઉપર આતંકવાદી હુમલાનો ખતરો છે. જૈશ એ મોહમ્મદ (Jaish-e-Mohammed) અને આઇએસઆઇએસ (ISIS) સાથે મળીને દિલ્હીમાં યહુદીઓ પર હુમલાનું કાવત્રું રચી રહ્યા છે. તેમની સાથે એક અન્ય આતંકવાદી સંગઠનનાં આતંકવાદી પણ છે, પરંતુ તેની ઓળખ થઇ શકી નથી. યહુદી સમુદાયની ઉપર હુમલાથી આ આતંકવાદીઓ ઇઝરાયેલ વિરુદ્ધ હમાસની કાર્યવાહીનું સમર્થન કરવા ઇચ્છે છે. 

ડોક્ટર્સની હડતાળ મુદ્દે ગૃહમંત્રાલયે બંગાળ સરકાર પાસે માંગ્યો અહેવાલ
ગુપ્તચર સુત્રો અનુસાર આ હુમલો ઇઝરાયેલી દુતાવાસ, સાઇનોગોગ (SYNAGOGUES), યહુદી શાળા, ઇઝરાયલ કલ્ચર સેન્ટર અથવા તે હોટલોમાં થઇ શકે છે જ્યાં યહુદી સમુદાયના ઇઝરાયેલી દુતાવાસ સાથે જોડાયેલા લોકો આવતા જતા રહે છે. તેમના નિશાન પર ચવાદ હાઉસ (CHABAD HOUSE) પણ હોઇ શકે છે. જ્યાં ભારતમાં કારોબાર, અભ્યાસ કે ફરવા માટે આવેલ ઇઝરાયેલી રોકાય છે. 

પૈસા કમાવવા કુવૈત ગયેલા 5 યુવક ફસાયા, પરિવારજનોએ બચાવવા સરકારને કરી અપીલ
ભારતમાં પહેલા પણ ઇસ્લામીક આતંકવાદીઓનાં નિશાન પર યહુદી સમુદાય અથવા ઇઝરાયેલ રહે છે. 26 નવેમ્બર 2008માં મુંબઇ પર પાકિસ્તાની આતંકવાદીઓનાં હુમલાનું નિશાન નરીમન હાઉસ પણ હતું. .અહીં ભારતમાં રહેવા તથા ફરનારા યહુદીઓ રોકાતા હતા. આ હુમલામાં નરીમન હાઉસનાં રબાઇ (RABBI)અને તેની પત્ની સહિત ચાર લોકો મરાયા હતા. 

બેંગલુરુ: યેદુયરપ્પાની આગેવાનીમાં રસ્તા પર સુઈ ગયા BJP નેતા, કરી આ માગ
13 ફેબ્રુઆરી 2012ના રોજદિલ્હીમાં ઇઝરાયેલ ડિફેન્સ અતાશેની પત્નીની કારને સ્ટિકી બોમ્બ દ્વારા નિશાન બનાવાયું હતું, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. જુન 1991ના રોજ કાશ્મીરમાં ફરવા માટે આવેલા 7 ઇઝરાયેલી પર્યટકોનું તેમની હાઉસ બોટથી ઇસ્લામીક આતંકવાદીઓએ અપહરણ કરી લીધું હતું. ત્યાર બાદ તેમણે છુટવા માટે સંઘર્ષ કર્યો જેમાં એક ઇઝરાયેલીનો જીવ ગયો હતો. 

પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા, બોમ્બ બ્લાસ્ટમાં 3 TMC કાર્યકર્તાઓના મોત
ઇઝરાયેલી નાગરીકો કે યહુદીઓ પર હુમલો કરનારા ઇસ્લામિક આતંકવાદી ઇઝરાયેલ સાથે  ચાલી પેલેસ્ટાઇનોએ આતંકવાદીઓનાં સમર્થનનો સંદેશ આપવા માંગે છે. ભારતમાં યહુદી સમુદાયના ખુબ જ ઓછા લોકો છે જે મુંબઇ, કોલકાતા અને કોચ્ચિમાં રહે છે. પરંતુ ભારત, ઇઝરાયેલ પર્યટકો માટે એક આકર્ષણ છે અને દર વર્ષે મોટા પ્રમાણમાં ઇઝરાયેલી ભારતની યાત્રા પર આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news