જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના દ્રબગામમાં સુરક્ષા દળો પર આતંકવાદી હુમલો, સર્ચ ઓપરેશન ચાલુ

સીઆરપીએફ દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર, કેટલાક અજાણ્યા આતંકવાદીઓએ દ્રબગામમાં એક સ્કૂલમાં પરીક્ષ કેન્દ્ર પર તૈનાત સીઆરપીએફ પર 6-7 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. સીઆરપીએફ અને સ્થાનિક પોલીસને પરીક્ષા કેન્દ્ર પર સુરક્ષા માટે તૈનાત કરાઈ હતી. હજુ સુધી કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. 
 
જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના દ્રબગામમાં સુરક્ષા દળો પર આતંકવાદી હુમલો, સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગરઃ પુલવામાના દ્રબગામ વિસ્તારમાં સુરક્ષા દળો પર મંગળવારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. સુરક્ષદળોએ પણ જવાબમાં ગોળીબાર કર્યો હતો. થોડા સમય સુધી સામ-સામે ગોળીબાર ચાલ્યા પછી શાંત થઈ ગયો હતો. સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 

આ આતંકવાદી હુમલો એવા સમયે થયો છે જ્યારે યુરોપિયન યુનિયનના 28 સાંસદોની ટીમ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવી છે. સાંસદોની આ ટીમ કલમ 370 નાબૂદ થયા પછી રાજ્યની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવી છે. 

સીઆરપીએફ દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર, કેટલાક અજાણ્યા આતંકવાદીઓએ દ્રબગામમાં એક સ્કૂલમાં પરીક્ષ કેન્દ્ર પર તૈનાત સીઆરપીએફ પર 6-7 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. સીઆરપીએફ અને સ્થાનિક પોલીસને પરીક્ષા કેન્દ્ર પર સુરક્ષા માટે તૈનાત કરાઈ હતી. હજુ સુધી કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. 

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સોમવારે સોપોરમાં આતંકવાદીઓએ એક બસ સ્ટેન્ડમાં ગ્રેનેડ હુમલો કર્યો હતો, જેમાં 15થી વધુ ઘાયલ થયા હતા. 

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news