તેલંગાણામાં બસ ખીણમાં પડી, 46થી વધુનાં મોત, 20થી વધુ ઘાયલ

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા બહાર પડાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, તેલંગાણાના કાર્યવાહક મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને તમામ મૃતકોનાં પરિવારને રૂ.5-5 લાખ વળતર આપવાની જાહેરાત કરી છે 

તેલંગાણામાં બસ ખીણમાં પડી, 46થી વધુનાં મોત, 20થી વધુ ઘાયલ

હૈદરાબાદઃ તેલંગાણાના જગતિયાલ જિલ્લામાં તેલંગાણા રાજ્ય સડક પરિવહન નિગમની એક પ્રવાસી બસ સડક પરથી ઉતરીને ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 46 મુસાફરોનાં મોત થયા છે, જ્યારે 25થી વધુ ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે. 

મૃતકોના પરિવારને 5 લાખનું વળતર 
મુખ્યમંત્રી કાર્યાલય તરફથી બહાર પડાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, તેલંગાણાના કાર્યવાહક મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે અને તમામ મૃતકોનાં પરિજનોને રૂ.5-5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક સારવાર પુરી પાડવા આદેશ આપ્યો છે. 

— ANI (@ANI) September 11, 2018

અધિકારીએ જણાવ્યું કે, આ બસ કોન્ડાગટ્ટુથી જગતિયાલ પાછી ફરી રહી હતી. શનિવારપેટ ગામ નજીક ઘાટમાંથી પસાર થતા સમયે ડ્રાયવરે નિયંત્રણ ગુમાવતાં બસ ખીણમાં પડી ગઈ હતી. આ બસમાં 50થી વધુ પ્રવાસી મુસાફરી કરી રહ્યા હતા. રાહત અને બચાવ કાર્યનું નિરીક્ષણ કરી રહેલા જગતિયાલના જિલ્લા કલેક્ટર એ. શરતે જણાવ્યું કે, "અકસ્માત લગભગ પોણા બાર વાગ્યાની આસપાસ થયો છે. તેમાં ઓછામાં ઓછા 40 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે 20થી વધુ ઘાયલ હોવાની પ્રાથમિક માહિતી છે."

દુર્ઘટનામાં મૃત પામેલા લોકો પ્રત્યે દુખ વ્યક્ત કરતા તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (ટીપીસી)ના અધ્યક્ષ એન. ઉત્તમ કુમાર રેડ્ડીએ મૃતકોના પરિવારને રૂ.10-10 લાખનું વળતર આપવાની માગ કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news