તામિલનાડુ: 2 વર્ષનો માસૂમ 41 કલાકથી બોરવેલમાં ફસાયેલો છે, સરકીને 100 ફૂટ ઊંડે પહોંચી ગયો

તામિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના નાદુકટ્ટુપટ્ટીમાં બે વર્ષનો બાળક બોરવેલમાં પડી ગયો જેને બચાવવા માટે સતત પ્રયત્નો ચાલુ છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે બચાવ અભિયાનને ઝડપી બનાવવા માટે બોરિંગ મશીન મંગાવ્યાં છે.

તામિલનાડુ: 2 વર્ષનો માસૂમ 41 કલાકથી બોરવેલમાં ફસાયેલો છે, સરકીને 100 ફૂટ ઊંડે પહોંચી ગયો

ચેન્નાઈ: તામિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના નાદુકટ્ટુપટ્ટીમાં બે વર્ષનો બાળક બોરવેલમાં પડી ગયો જેને બચાવવા માટે સતત પ્રયત્નો ચાલુ છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે બચાવ અભિયાનને ઝડપી બનાવવા માટે બોરિંગ મશીન મંગાવ્યાં છે. વાત જાણે એણ છે કે આ બાળક 25 ઓક્ટોબરના રોજ સાંજ લગભગ 5:30 વાગ બોરવેલમાં પડ્યો હતો અને 30 ફૂટ ઊંડે જઈને અટકી ગયો હતો. ત્યારબાદ રાતે તે સરકતો સરકતો 30 ફૂટ નીચે ઉતરી ગયો. હવે એવું કહેવાય છે કે આ બળક સરકીને લગભગ 100 ફૂટ નીચે ઉતરી ગયો છે. 

આ મામલે તામિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી સી વિજયા ભાસ્કરે કહ્યું હતું કે બોરવેલમાં ઓક્સિજન સપ્લાય કરાઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે બાળક 70 ફૂટ નીચે ઉતરી ગયા બાદ અધિકારીઓ બાળકનો અવાજ સાંભળી શકતા નથી. ફાયર વિભાગ અને અન્ય લોકો દ્વારા શુક્રવાર સાંજથી જ બાળકને બચાવવાના પ્રયત્નો ચાલુ છે. શરૂઆતમાં બાળક સુધી પહોંચવા માટે બોરવેલ પાસે ખાડો ખોદવા મશીનને કામે લગાડી હતી પરંતુ વિસ્તાર ખડકાળ  હોવાના કારણે તેને અધવચ્ચે જ રોકી દેવાઈ. 

જુઓ LIVE TV

તેને તોડવાના પ્રયત્નોથી કંપન પેદા થાય છે. જે બોરવેલની અંદર માટીને ધકેલી શકે છે. જેના કારણે બાળક વધુ ઊંડુ ઉતરી શકે છે. ત્યારબાદ બચાવ દળે એક વિશેષ ઉપકરણ બોરવેલ રોબટનો ઉપયોગ કર્યો . પરંતુ તે પણ સફળ થયો નહીં. અનેક ટીમોએ પોત પોતાની તરકીબોથી બાળકને બચાવવાની કોશિશ કરી. પરંતુ દુર્ભાગ્યથી તમામ અસફળ રહ્યાં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news