Ganesh Chaturthi 2020: શું તમે જાણો છો, દુનિયાના સૌથી ઉંચા ગણપતિ ભારતમાં નથી?
ગણેશજીની સૌથી ઉંચી મૂર્તિની ચર્ચા કરીએ તો તમે પણ વિચારશો કે આવી મૂર્તિ ભારતમાં હશે અને તે પણ મહારાષ્ટ્રમાં હશે, જે ગણપતિ પૂજાનું સૌથી મોટું કેન્દ્ર છે. પરંતુ જ્યારે તમને કહેવામાં આવે કે તે મૂર્તિ ભારતમાં નથી તો તમે અનુમાન નહી લગાવી શકો તે કયા દેશમાં હોઇ શકે છે.
Trending Photos
નવી દિલ્હી: ગણેશજીની સૌથી ઉંચી મૂર્તિની ચર્ચા કરીએ તો તમે પણ વિચારશો કે આવી મૂર્તિ ભારતમાં હશે અને તે પણ મહારાષ્ટ્રમાં હશે, જે ગણપતિ પૂજાનું સૌથી મોટું કેન્દ્ર છે. પરંતુ જ્યારે તમને કહેવામાં આવે કે તે મૂર્તિ ભારતમાં નથી તો તમે અનુમાન નહી લગાવી શકો તે કયા દેશમાં હોઇ શકે છે. નેપાળ અથવા કંબોડિયાના મુકાબલે એવો કયો દેશ હોઇ શકે, જે ગણેશજી પર આટલી શ્રદ્ધા રાખે છે દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ બાંવી દે. આ મૂર્તિ સદીઓ જૂની નથી. પરંતુ 2012માં જ તૈયાર થઇ છે. આ મૂર્તિ બની છે થાઇલેન્ડના ખ્લોન્ગ ખ્વેન શહેર (khlong khwang)માં. અહીં એક ગણેશ ઇન્ટરનેશનલ પાર્ક (Ganesh International Park) બનાવવામાં આવ્યો છે, જેમાં કાંસા (Bronze)ની 39 મીટર ઉંચી મૂર્તિ લગાવવામાં આવી છે.
આ મૂર્તિને તમે ધ્યાનથી જોશો તો તેમના માથા પર કમળનું ફૂલ અને તેની વચ્ચે 'ઓમ' બનાવવામાં આવ્યો છે. આ મૂર્તિને કાંસાના 854 અલગ અલગ ભાગને મિક્સ કરીને બનાવવામાં આવી છે. આ મૂર્તિ સહિત આખા પાર્કને બનાવવામાં 2008થી માંડીને 2012 સુધી 4 વર્ષનો સમય લાગ્યો. થાઇલેન્ડમાં જે 4 ફળોને પવિત્ર ગણવામાં આવે છે, તે તમામ ફળ ગણેશજીના હાથમાં રાખવામાં આવ્યા છે, જેમાંથી એક છે ફણસ, કેરી, શેરડી અને કેળા. કેરીને આ વિસ્તારનું પ્રતિક ફળ ગણવામાં આવે છે જે સમૃદ્ધિનું પ્રતિક પણ છે. તેમના પેટ પર એક સાપ લપેટેલો છે, સૂંઢમાં એક લાડવો છે અને પગમાં ઉંદર બેસેલો છે. હાથ પર બ્રેસલેટ અને પગમાં આભૂષણ બુદ્ધિમતાની નિશાની છે. થાઇલેંડમાં ગણેશની માન્યતા જ્ઞાન અને બુદ્ધિમત્તાના દેવ તરીકે થાય છે.
હવે તમને એ જાણવામાં રસ હશે કે તેને કોને બનાવી છે. તેના માટે થોડું ગૂગલ કરીને ત્યાંની અયોધ્યા એટલે કે અયુથ્યા સામ્રાજ્ય (Ayutthaya Kingdom)ના વિસ્તાર વિસ્તાર વિશે વાંચવું પડશે. આ સામ્રાજ્યના ચાચોએંગશાઓ (Chachoengsao) નામનું એક શહેર 1549માં વસાવવામાં આવ્યું હતું. જ્યાં ચાચોએંગશાઓ એસોશિએશન (Chachoengsao Association) નામની એક સંસ્થા ઘણા પ્રકારના ધાર્મિક અને સામાજિક કર્યોને પુરૂ કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહે છે. આ એસોસિએશનના પ્રેસિડેન્ટ પોલ જેન સમાચાઇ વાનીશેનીએ એ નક્કી કર્યું હતું કે વિશ્વની સૌથી ઉંચી ગણેશની મૂર્તિ અહીં લગાવવામાં આવશે અને ત્યારબાદ જગ્યાની શોધ શરૂ થઇ.
ત્યારબાદ પાસે ખ્લોન્ગ ખ્વેન (Khlong Khuean) શહેરમાં 40,000 વર્ગ મીટૅરની આ જગ્યા શોધવામાં અવી, અહીંની માટી ખૂબ ઉપજાઉ છે અને સંપૂર્ણપણે કૃષિ પ્રધાન વિસ્તાર હોવાથી પણ આ જગ્યાએ ભગવાનની મૂર્તિની સ્થાપના માટે સિલેક્ટ કરવામાં આવી. જોકે લોકો એક ઇન્ટરનેશનલ ભગવાનની મૂર્તિ ત્યાં ઇચ્છતા હતા અને એવામાં ગણેશજીની મૂતિના નામ પર સહમતિ બની. આ મૂર્તિના પ્રખ્યાત મૂર્તિવિદ પિટક ચર્લેમલાઓની ઉત્કૃષ્ટ કારીગરીનો નમૂનો છે. આ મૂર્તિને લઇને એસોસિએશનનો દાવો છે કે વિશ્વની સૌથી ઉંચી ગણેશ મૂર્તિ છે અને અત્યાર સુધી કોઇને તેમના આ દાવાનો પડકાર્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે