Lok Sabha Election Result: ત્રીજીવાર બનશે NDA ની સરકાર! આ તારીખે નરેન્દ્ર મોદી લઈ શકે છે પીએમ પદના શપથ

Lok Sabha Election 2024: એનડીએને બહુમત મળતા હવે ત્રીજીવાર દેશમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે. નવી સરકારની શપથ વિધિની તારીખઅને સમય પણ નક્કી થઈ ગયો છે.

Lok Sabha Election Result: ત્રીજીવાર બનશે NDA ની સરકાર! આ તારીખે નરેન્દ્ર મોદી લઈ શકે છે પીએમ પદના શપથ

આ વખતે લોકસભા ચૂંટણીના પરિણામો ચોંકાવનારા જોવા મળી રહ્યા છે. એનડીએને જો કે બહુમત તો મળી ગયું છે પરંતુ ભાજપ બહુમતથી છેટે રહી ગયો. એનડીએને બહુમત મળતા હવે ત્રીજીવાર દેશમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે. નવી સરકારની શપથ વિધિની તારીખઅને સમય પણ નક્કી થઈ ગયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નરેન્દ્ર મોદીનો શપથગ્રહણ સમારોહ 8 જૂનની સાંજે થઈ શકે છે. નવા મંત્રીમંડળના ચહેરાઓને લઈને પણ સહયોગી પક્ષો સાથે વાતચીત અને બેઠકોનો દોર તેજ થયો છે. કદાચ બે-ત્રણ દિવસમાં નામ ફાઈનલ થઈ જ શે. 

નવો રેકોર્ડ બનશે
ત્રીજીવાર પીએમ પદના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીના નામ પર એક નવો રેકોર્ડ પણ બનશે. તેઓ દેશના બીજા એવા નેતા બનશે જે સતત ત્રીજીવાર ચૂંટણી જીત્યા અને દેશના પીએમ બનશે. આ અગાઉ આ રેકોર્ડ જવાહરલાલ નહેરુના નામ પર છે. મોદી તેમના ત્રણવાર પીએમ બનવાના રેકોર્ડની બરાબરી કરશે. 

પીએમ મોદીએ આપ્યું રાજીનામું, 8મી એ શપથવિધિ!
પીએમ મોદીએ આજે પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. કેબિનેટની અંતિમ બેઠક બાદ પીએમ મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિએ તેમને નવી સરકાર બને ત્યાં સુધી પદ પર રહેવા જણાવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 8મી જૂને નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે. 

— ANI Digital (@ani_digital) June 5, 2024

એનડીએની બેઠક
એનડીએની એક મહત્વની બેઠક 7 જૂનના રોજ થશે જેમાં સરકાર બનાવવા અંગે વાતચીત કરવામાં આવશે. આજે પણ એનડીએની બેઠક છે જેમાં જેડીયુ પ્રમુખ નીતિશકુમાર, ટીડીપી પ્રમુખ એન ચંદ્રાબાબુ નાયડુ, સહિત નેતાઓ સામેલ થશે. એનડીએના સહોયગી સાથે વાતચીત બાદ ભાજપના સંસદીય  બોર્ડની બેઠક થશે. જેમાં સરકારની રચના અને શપથ ગ્રહણ રૂપરેખા પર વાતચીત થશે. જેડીયુ પ્રમુખ નીતિશકુમાર આજે દિલ્હી પહોંચી ગયા છે. જ્યારે  ચંદ્રબાબુ નાયડુ પણ બપોર સુધીમાં પહોંચી શકે છે. 

એનડીએને મળ્યો બહુમત
લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂન 2024 મંગળવારના રોજ આવી ગયા. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએએ 292 બેઠકો પર જીત મેળવી જેમાથી ભાજપને 240 બેઠકો મળી છે. ઈન્ડિયા ગઠબંધનને 234 બેઠકો મળી છે. ભાજપ આ વખતે જો કે  પોતે બહુમતથી દૂર રહી ગયો. 2014ની ચૂંટણીમાં ભાજપે મોદીના નેતૃત્વમાં 282 અને 2019માં 303 બેઠકો એકલા હાથે જીતી હતી. જો કેઆ વખતે સહયોગીઓ સાથે મળીને બહુમતનો આંકડો પાર  કર્યો છે. 

17મી જૂને પૂરો થાય છે કાર્યકાળ
આ અગાઉ પીએમ આવાસ પર કેન્દ્રીય કેબિનેટ થઈ. પીએમ મોદીએ લોકસભા ચૂંટણીના પરિણામો અને એનડીએના બહુમત મેળવ્યા બાદ સંભવિત સરકાર રચના અંગે વાતચીત કરી. સૂત્રો મુજબ પીએમ આવાસ પર બેઠક સવારે 11.30 વાગે શરૂ થઈ હતી. અત્રે જણાવવાનું કે હાલની 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news