Chinese Litchi: ચાઇનીઝ લીચીની ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યા છે ખેડૂતો, જાણો કેવી થાય છે ખેતી

Chinese Litchi: ચાઇલીઝ લીચીની ખેતી એક ફાયદાનો વ્યવસાય છે, જેને કરીને ખેડૂતો દર વર્ષે લાખોનો નફો કમાય છે. ચાઇનીઝ લીચીની બજારમાં ખૂબ ડિમાન્ડ રહે છે, તેનાથી તેના ભાવમાં પણ ખૂબ ફાયદો રહે છે. 
 

Chinese Litchi: ચાઇનીઝ લીચીની ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યા છે ખેડૂતો, જાણો કેવી થાય છે ખેતી

Agriculture News: મોટાભાગના ખેડૂતો આવી ખેતી કરવાનું પસંદ કરે છે, જેમાં તેમને ઓછો ખર્ચ અને નફો વધુ હોય છે. એવામાં ઘણા ખેડૂતો કંફ્યૂઝ રહે છે કે તેમના માટે કઇ ખેતી કરવી યોગ્ય રહેશે. જો તમને પણ આ વાતને લઇને કન્ફ્યૂઝન હોય તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને જણાવીશું કે ચાઇનીઝ લીચી વિશે, જેની ખેતી કરી ખેડૂતો દર વર્ષે લાખોનો નફો કમાઇ શકે છે. 

ચાઇનીઝ લીચીની ખેતી
ચાઇનીઝ લીચીને લાલ લીચીના નામે પણ ઓળખવામાં આવે છે. આ ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવતી વસ્તુ છે. ચાઇનીઝ લીચીની ભારતમાં જ નહી વિદેશમાં પણ ખૂબ ડિમાન્ડ રહે છે. વધુ ડિમાન્ડ હોવાથી તેની સારી એવી કિંમત મળે છે. ખેડૂતો તેની ખેતી કરી દર વર્ષે મોટો નફો કમાઇ રહ્યા છે. તમને જણાવી દઇએ કે ચાઇનીઝ લીચીની ખેતીમાં ઓછી મહેનત અને સમય લાગે છે. 

ખેડૂતોને મળશે નફો
તમે કેરીના બગીચાની સાથે લીચીની ખેતી પણ કરી શકો છો. વધુ માંગને કારણે ઘણા ખેડૂતોએ ચાઈનીઝ લીચીની ખેતી કરવાનું શરૂ કર્યું છે. એક ખેડૂત અઢીથી ત્રણ મહિના લીચીની ખેતી કરીને અંદાજે 3 થી 4 લાખ રૂપિયાનો નફો કમાઈ શકે છે. લીચીની ખેતી કર્યા બાદ ખેડૂતો સારો નફો મેળવી શકે છે.

લીચીના પ્રકાર
આમ તો લીચી બે પ્રકારની હોય છે એક તો શાહી લીચી તો બીજી ચાઇનીઝ લીચી. શાહી લીચીનો સ્વાદ થોડો ખાટો મીઠો હોય છે અને આ તૈયાર થવામાં સમય લાગે છે. તો બીજી તરફ ચાઇનીઝ લીચી ઓછા સમયમાં તૈયાર થઇ જાય છે અને સ્વાદમાં મીઠી લાગે છે. ખેડૂતો બંનેની ખેતી કરીને સારો નફો કમાઇ શકે છે. ચાઇનીઝ લીચીની ખેતી કરવામાં ખર્ચ ઓછો થાય છે પરંતુ તેમાં પાણી થોડું વધુ જોઇએ છે. આ ખેતીમાં કીટનાશક દવાઓનો છંટકાવ સમયાંતરે કરવો પડે છે. 

લીચીની ઉપજ
જાણકારી અનુસાર તમે વરસાદ સુધી રાહ જોઇ શકો છો કારણ કે વરસાદ પછી ઝાડનું ફળ થોડું મીઠું થઇ જાય છે. ઉનાળામાં હીટ વેવને કારણે લીચીના ઉત્પાદન પર થોડી અસર થઈ શકે છે. તેથી ખેતી કરતી વખતે થોડી કાળજી લેવી જરૂરી છે. બજારમાં ચાઈનીઝ લીચીની વધુ માંગ છે અને તેની કિંમત પણ ઉંચી છે. તેનાથી ખેડૂતને ઘણો ફાયદો થઈ શકે છે. ચાઈનીઝ લીચી અન્ય જાતો કરતા વધુ ઉપજ આપે છે. ચાઈનીઝ લીચીની ખેતી ખેડૂતો માટે ખૂબ જ નફાકારક વ્યવસાય બની શકે છે. જો તમે તેની ખેતી શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news