સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના ઉત્તાધિકારીની જાહેરાત, સ્વામી સદાનંદ બન્યા દ્વારકા શારદા પીઠના પ્રમુખ

MP News: સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના ઉત્તરાધિકારીઓના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. સ્વામી અવિમુક્વેશ્વરાનંદ જીને જ્યોતિષપીઠ બદ્રીનાથ અને સ્વામી સદાનંદ જીને દ્વારકા શારદા પીઠના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. 

સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના ઉત્તાધિકારીની જાહેરાત, સ્વામી સદાનંદ બન્યા દ્વારકા શારદા પીઠના પ્રમુખ

નરસિંહપુરઃ દ્વારકા શારદા અને જ્યોતિર્મઠ બદ્રીનાથ પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું રવિવારે 99 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું હતું. તેમના અંતિમ દર્શન માટે મધ્યપ્રદેશના નરસિંહપુર આશ્રમમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ સહિત ઘણા રાજનેતા અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. સ્વામી સ્વરૂપાનંદના ઉત્તરાધિકારીઓની પણ જાહેરાત કરી દેવામાં આવશે. તેમના બે ઉત્તરાધિકારી હશે જે અલગ-અલગ પીઠના શંકરાચાર્ય હશે. 

રિપોર્ટ પ્રમાણે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ જીને જ્યોતિષપીઠ બદ્રીનાથ અને સ્વામી સદાનંદ જીને દ્વારકા શારદા પીઠના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જાણકારી પ્રમાણે સ્વામી સ્વરૂપાનંદના પાર્થિવ શરીરની સામે તેમના અંગત સચિવ રહેલા સુબોધાનંદ મહારાજે આ નામોની જાહેરાત કરી છે. નોંધનીય છે કે સ્વામી સ્વરૂપાનંદને નરસિંહપુરના પરમહંસી ગંગા આશ્રમમાં ભૂ-સમાધી આપવામાં આવશે. 

ડોક્ટરો પ્રમાણે સ્વામી સ્વરૂપાનંદનું નિધન સામાન્ય હાર્ટ એટેકથી થયું હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. જે બંને સંતોને સ્વામી સ્વરૂપાનંદના ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા છે તે બંને દંડી સ્વામીની પદવી પ્રાપ્ત કરી ચુક્યા છે. 

નોંધનીય છે કે સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી પણ શંકરાચાર્ય બનતા પહેલા દંડી સ્વામી હતા. તેમણે શંકરાચાર્ય સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દંડ સન્યાસની દીક્ષા લીધી હતી. ત્યારબાદ 1981માં તેમને શંકરાચાર્યની ઉપાધિ મળી હતી. ઉત્તરાખંડના જ્યોતિષપીઠના શંકરાચાર્યની પદવી માટે તેમણે કાયદાકીય લડાઈ પણ લડવી પડી હતી. નોંધનીય છે કે તેઓ 1952થી 2020 સુધી સતત પ્રયાગરાજના કુંભમાં જતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news