ભગવાન ન કરે કે એવો દિવસ પણ આવે રાહુલ પાસેથી હિંદુ હોવાનો અર્થ જાણવો પડે: સુષમા

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે શનિવારે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, ભગવાન ન કરે કે એવો દિવસ પણ આવે કે રાહુલ ગાંધી પાસેથી અમારી હિંદુ હોવાનો અર્થ જાણવો પડે

ભગવાન ન કરે કે એવો દિવસ પણ આવે રાહુલ પાસેથી હિંદુ હોવાનો અર્થ જાણવો પડે: સુષમા

જયપુર : વિદેશમંત્રી સુષમા સ્વરાજે શનિવારે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, ભગવાન ન કરે એવો દિવસ પણ ક્યારે આવે કે રાહુલ ગાંધીને અમે હિંદૂ હોવાનો અર્થ પણ જાણવો પડે. સુષમા સ્વરાજે કહ્યું કે, કોંગ્રેસે રાહુલ ગાંધી માટે હિંદુ છબીની રચના કરી છે. સુષમાએ રાહુલનાં જનેઉધારણ કરવાનાં નિવેદન અંગે કહ્યું કે, નિવેદન આવ્યું કે, તેઓ જનોઇ ધારી બ્રાહ્મણ છે પરંતુ મને નહોતી ખબર કે જનોઇધારી બ્રાહ્મણનાં જ્ઞાનમાં આટલો વધારો થઇ ચુક્યો છે કે, હિન્દૂ હોવાનો અર્થ હવે અમારે તેની પાસેથી સમજવો પડશે.

સુષ્માએ કહ્યું કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી પોતાના આધર્મ અને જાતિ મુદ્દે કન્ફ્યુઝ છે. વિદેશમંત્રીએ કહ્યું કે, વર્ષો સુધી પાર્ટી તેમને સેક્યુલર લીડર તરીકે રજુ કરતી રહી પરંતુ જ્યારે ચૂંટણી નજીક આવી તો તેમને ખબર પડી કે હિંદૂ બહુમતીમાં છે અને તેમણે ઇમેજ બનાવી દીધી.

કરતારપુર સાહેબ કોરિડોરનો ખુલાસો એક પુનીત કાર્ય છે
સુષમા સ્વરાજે કહ્યું કે, કરતારપુર સાહેબ કોરિડોરનો ખુલાસો એક પુનિત કાર્ય છે. તેમાં શ્રેય લેવાની હોડ ન હોવી જોઇતી હતી. સુષમાએ કહ્યું કે, હવેથી પહેલા દરેક ભારતીય અને શીખ સમુદાયનાં વ્યક્તિ આવું માનતા હતા. સુષમાએ કહ્યું કે અત્યારથી પહેલા દરેક ભારતીય અને શીખ સમુદાયનાં વ્યક્તિ આ માનતા હતા. પાકિસ્તાને શીખ સમુદાયની કદર કરતા કરતારપુર કોરિડોર ખોલી. પાકિસ્તાનનાં વિદેશમંત્રીએ જ્યારે આ ઇમરાન ખાનની ગુગલી ગણાવી તો પાકિસ્તાનનું બેવડું ચરિત્ર સામે આવી ગયું. અને સ્પષ્ટ થઇ ગયું કે આખરે પાકિસ્તાનની નીયત શું હતી. સુષમાએ કહ્યું કે, હવે બોલ પાકિસ્તાનનાં પક્ષમાં છે અને જવાબ તેમને આપવાનો છે. આ પાકિસ્તાનની ગુગલી હતી કે બીજુ કંઇ.

સ્વરાજે કહ્યું કે, વડાપ્રધાન જે પણ આંદોલનને હાથમાં લે છે તેને જનઆંદોલન બનાવી દે છે. સ્વચ્છતા મિશનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, 9.50 કરોડથી વધારે શૌચાલય બનાવવામાં આવ્યા છે. જેમાં રાજસ્થાન અગ્રણી છે. સુષમાએ કહ્યું કે, જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં એટલી સંતુલીત વિદેશ નીતિ ચાલી રહી છે તો શું પહેલા આ અસંતુલન મીટાવી શકાય છે. તેમણે કેન્દ્ર તથા રાજ્ય સરકારની અલગ અલગ જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ પણ આ દરમિયાન કર્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news