Supreme Court Upholds Validity of PMLA: ED ની કાર્યવાહીનો સામનો કરી રહેલા નેતાઓને મોટો ઝટકો, SC એ કહ્યું- ED ને ધરપકડનો હક

સુપ્રીમ કોર્ટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની વિભિનેન જોગવાઈઓની માન્યતાને યથાવત રાખી. કોર્ટે કહ્યું કે અધિનિયમ હેઠળ જામીન માટે કડક શરતો કાનૂની છે, તે મનમાની નથી.

Supreme Court Upholds Validity of PMLA: ED ની કાર્યવાહીનો સામનો કરી રહેલા નેતાઓને મોટો ઝટકો, SC એ કહ્યું- ED ને ધરપકડનો હક

નવી દિલ્હી: મની લોન્ડરિંગના વિભિન્ન કેસમાં પૂછપરછનો સામનો કરી રહેલા નેતાઓને સુપ્રીમ કોર્ટે રાહત ન આપી. મની લોન્ડરિંગ હેઠળ ED ની ધરપકડના અધિકારને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો. કોર્ટે કહ્યું કે ED ની ધરપકડની પ્રક્રિયા મનમાની નથી. 

સુપ્રીમ કોર્ટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની વિભિનેન જોગવાઈઓની માન્યતાને યથાવત રાખી. કોર્ટે કહ્યું કે અધિનિયમ હેઠળ જામીન માટે કડક શરતો કાનૂની છે, તે મનમાની નથી. અત્રે જણાવવાનું કે વિવિધ આરોપીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં લગભગ 250 જેટલી અરજીઓ દાખલ થઈ હતી જેના પર સુનાવણી બાદ કોર્ટે આ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે ઈડી અધિકારીઓ માટે મની લોન્ડરિંગના કેસમાં કોઈ અપરાધીને અટકાયતમાં લેવાનો સમય ધરપકડા આધારને જણાવવું જરૂરી નથી. 

— ANI (@ANI) July 27, 2022

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં ઈડીની તપાસ, ધરપકડ અને સંપત્તિને એટેચ કરવાનો અધિકાર યથાવત રાખ્યો છે. આ સાથે જ કોર્ટે કહ્યું કે તપાસ દરમિયાન ઈડી, SFIO, DRI ના અધિકારીઓ (પોલીસ ઓફિસર નહીં) સામે નોંધાયેલા નિવેદનો પણ કાયદેસર પુરાવા છે. આ સાથે જ કોર્ટે કહ્યું કે આરોપીને ECIR (ફરિયાદની કોપી) આપવી પણ જરૂરી નથી. આરોપીને જણાવી દેવામાં આવે કે તેને કા આરોપ હેઠળ ધરપકડ કરાઈ રહ્યા છે તે જણાવવું પુરતું છે. 

કોર્ટમાં ઢગલો અરજીઓ દાખલ થઈ હતી
કાર્તિ ચિદમ્બરમ, અનિલ દેશમુખની અરજી સહિત કુલ 242 અરજીઓ પર આ ચુકાદો આવ્યો. કોર્ટે કહ્યું કે PMLA હેઠળ ધરપકડનો ઈડીનો હક યથાવત રહેશે. ધરપકડની પ્રક્રિયા મનમાની નથી. જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને સીટી રવિ કુમારની સ્પેશિયલ બેન્ચે આ ચુકાદો આપ્યો. 

જસ્ટિસ ખાનવિલકરે ચુકાદો આપતા કહ્યું કે સવાલ એ હતો કે કેટલાક સંશોધન કરાયા છે, તે થઈ શકે તેમ નહતા. સંસદ દ્વારા સંશોધન કરી શકાતા હતા કે નહીં, આ સવાલ અમે 7 જજોની પેનલ માટે ખુલ્લો છોડ્યો છે. કોર્ટે કહ્યું કે કલમ 3 હેઠળ ગુનો ગેરકાયદેસર લાભ પર આધારિત છે. 2002 કાયદા હેઠળ અધિકારી કોઈના ઉપર ત્યાં સુધી કેસ ન ચલાવી શકે જ્યાં સુધી એવી ફરિયાદ કોઈ સક્ષમ મંચ સમક્ષ પ્રસ્તુત ન કરવામાં આવે. કલમ 5 બંધારણીય રીતે માન્ય છે. આ એક સંતુલનકારી કાર્યપ્રદાન કરે છે અને દેખાડે છે કે અપરાધની આવકની ભાળ કેવી રીતે મેળવી શકાય. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઈડીના અધિકારીઓ માટે મની લોન્ડરિંગ મામલામાં કોઈ આરોપીને અટકાયતમાં લેવાનો સમય ધરપકડના આધારનો ખુલાસો કરવો જરૂરી નથી. કોર્ટે તમામ ટ્રાન્સફર અરજીઓને પછી સંબંધિત હાઈકોર્ટને મોકલી આપી. જે લોકોને વચગાળાની રાહત છે તે ચાર અઠવાડિયા સુધી રહેશે. જ્યાં સુધી ખાનગી પક્ષકાર કોર્ટ પાસેથી રાહત પાછી ખેંચવાની માંગણી ન કરે ત્યાં સુધી.
 
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news