Board Result 2021: સુપ્રીમ કોર્ટનો તમામ રાજ્યોના બોર્ડને આદેશ, 31 જુલાઈ સુધીમાં ધોરણ 12ના પરિણામ જાહેર કરો
મોટાભાગના રાજ્ય બોર્ડે પોતાની ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરી નાખી છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય બોર્ડને આદેશ આપ્યો છે કે તેઓ 31 જુલાઈ સુધીમાં ધોરણ 12 ના પરિણામો જાહેર કરે.
Trending Photos
Board Result 2021: મોટાભાગના રાજ્ય બોર્ડે પોતાની ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરી નાખી છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય બોર્ડને આદેશ આપ્યો છે કે તેઓ 31 જુલાઈ સુધીમાં ધોરણ 12 ના પરિણામો જાહેર કરે.
અત્રે જણાવવાનું કે મોટાભાગના રાજ્યોએ બોર્ડ પરીક્ષા રદ કરી નાખી છે. આવામાં કોર્ટે તે તમામ રાજ્યોના બોર્ડને આદેશ આપ્યો છે કે 31 જુલાઈ સુધીમાં ધોરણ 12ના પરિણામો જાહેર કરી દો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે રાજ્યોએ હજુ સુધી આંતરિક મૂલ્યાંકનનો ફોર્મ્યૂલા તૈયાર કર્યો નથી તેમની પાસે 10 દિવસનો સમય છે.
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના બોર્ડની વાત કરીએ તો બુધવારે શિક્ષણમંત્રી દિનેશ શર્માના નેતૃત્વમાં યુપી બોર્ડની મહત્વની બેઠક થઈ હતી. ડો.શર્માએ બોર્ડ ઓફિસરોને નિર્ધારિત મૂલ્યાંકન ફોર્મ્યૂલાના માળખા પર જુલાઈમાં ધોરણ 10 અને ધોરણ 12ન વિદ્યાર્થીઓની માર્કશીટ જાહેર કરવાની શીખામણ આપી છે.
Supreme Court directs all State Boards to notify the scheme for assessment within 10 days from today and declare the internal assessment results by July 31, like the timeline specified by it for CBSE and ICSE. pic.twitter.com/FDl39J1wfA
— ANI (@ANI) June 24, 2021
CBSE નો આ છે ફોર્મ્યુલા
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ આજે 12માં ધોરણના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવાનો ફોર્મ્યુલા સુપ્રીમ કોર્ટમાં હાલમાં જ રજુ કરી દીધો. બોર્ડે જણાવ્યું કે આ માટે 30:30:40 ફોર્મ્યુલાને આધાર બનાવવામાં આવશે અને પરિણામ તૈયાર કરવામાં આવશે. બોર્ડે જણાવ્યું કે 30:30:40 ફોર્મ્યુલા હેઠળ ધોરણ 10ના બોર્ડના પરિણામના આધારે 30 ટકા માર્ક્સ, 11માં ધોરણના આધારે 30 ટકા માર્ક્સ અને 12માં ધોરણની પ્રી બોર્ડના આધારે 40 ટકા માર્ક્સ અપાશે. ધોરણ 12ની પરીક્ષાના પરિણામ 31 જુલાઈ સુધીમાં જાહેર કરી દેવાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે