આજે ઓડ-ઇવન યોજના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કેજરીવાલ સરકારને કહેવા પડશે ફાયદા
દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૂષણ કેસને લઇને સુપ્રીમ કોર્ટ શુક્રવારે સુનાવણી કરશે. જ્યાં કેજરીવાલ સરકારને ડેટા અથવા રેકોર્ડ વડે જણાવવું પડશે કે ઓડ-ઇવન યોજનાથી દિલ્હીમાં પ્રદૂષણ કેવી રીતે ઓછું થયું છે. જોકે ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ઓડ-ઇવન યોજનાને લઇને દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૂષણ કેસને લઇને સુપ્રીમ કોર્ટ શુક્રવારે સુનાવણી કરશે. જ્યાં કેજરીવાલ સરકારને ડેટા અથવા રેકોર્ડ વડે જણાવવું પડશે કે ઓડ-ઇવન યોજનાથી દિલ્હીમાં પ્રદૂષણ કેવી રીતે ઓછું થયું છે. જોકે ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ઓડ-ઇવન યોજનાને લઇને દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું હતું કે ઓડ-ઇવન યોજના પાછળ શું તર્ક છે? ડીઝલ વાહનો પર પ્રતિબંધ લગાવવો અમે સમજી શકીએ છીએ, પરંતુ ઓડ-ઇવન યોજના પાછળ શું કારણ છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને નિર્દેશ આપ્યા હતા કે તે શુક્રવાર સુધી ડેટા અથવા રેકોર્ડથી એ સાબિત કરો કે ઓડ-ઇવન યોજનાથી દિલ્હીમાં પ્રદુષણ ઓછું થયું છે. એટલું જ નહી ઓટો અને ટેક્સીઓ સતત રસ્તા પર ચાલી રહી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં કોઇ વીજકાપ ન હોવો જોઇએ જેથી સુનિશ્વિત થઇ શકે છે કે કોઇપણ ડીઝલ જનરેટરનો ઉપયોગ ન થાય.
તો બીજી તરફ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં ઓડ-ઇવન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. અરજીકર્તા સંજીવ કુમારે અરજીમાં કહ્યું કે દિલ્હી સરકારનો આ નિર્ણય અસંવૈધાનિક, મનમાની અને શક્તિનો દુરઉપયોગ છે. એટલા માટે સરકારના આ નિર્ણય પર પ્રતિબંધ લગાવવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે