લોકસભા ચૂંટણી 2019: મુલાયમ-અખિલેશની વધી મુશ્કેલીઓ, SCએ CBIને મોકલી નોટિસ

સુપ્રીમ કોર્ટે મુલાયમ અને અખિલેશની સામે અરજી પર સીબીઆઇને નોટિસ આપી બે અઠવાડીયામાં જવાબ માગ્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી બેન્ચે રાજકીય કાર્યકર્તા વિશ્વનાથ ચતુર્વેદીની અરજી પર આ નોટિસ મોકલી છે.

લોકસભા ચૂંટણી 2019: મુલાયમ-અખિલેશની વધી મુશ્કેલીઓ, SCએ CBIને મોકલી નોટિસ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 પહેલા આવક કરતાં વધુ સંપત્તિના કિસ્સામાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ અને તેમના પુત્ર અખિલેશ યાદવની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે મુલાયમ અને અખિલેશ સામે અરજી પર સીબીઆઇને નોટિસ આપી બે અઠવાડીયામાં જવાબ માગ્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી બેન્ચે રાજકીય કાર્યકર્તા વિશ્વનાથ ચતુર્વેદીની અરજી પર આ નોટિસ મોકલી છે.

આ મામલે આગામી સુનાવણી 2 અઠવાડીયા બાદ કરવામાં આવશે. હકિકતમાં, આ અરજીમાં સીબીઆઇએ કોર્ટમાં તેમની તપાસ રિપોર્ટ દાખલ કરવાની માગ કરી છે. તમને જણાવી દઇએ કે અરજીકર્તાએ 2005માં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી સીબીઆઇને મુલાયમ, અખિલેશ, તેમની પત્ની ડિમ્પલ યાદવ અને પ્રતીક યાદવની સામે ભ્રષ્ટાચાર અટકાવવાના કાયદા અંતર્ગત કેસ ચલાવવાના આદેશ આપવાની માગ કરી હતી.

આ બધા સામે પોતાની શક્તિનો દૂરપયોગ કરી આવકથી વધારે સંપત્તિ બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે એક માર્ચ 2007ના સીબીઆઇના આરોપોની તપાસ કરવા અને તે જણાવા માટે કહ્યું હતું કે અરજીમાં સપા નેતાઓની સામે આવકથી વધારે સંપત્તિ હોવાનો આરોપ યોગ્ય છે કે નથી. બાદમાં 2012માં કોર્ટે મુલાયમ સિંહ, અખિલેશ અને પ્રતીકની પુન:વિચાર અરજી નકારી કાઢી હતી.

સુપ્રીમ કોર્ટે સીબીઆઇને તપાસનો આદેશ આપ્યો હતો જેની સામે ત્રણેયે પુન:વિચાર અરજી દાખલ કરી હતી. જોકે કોર્ટે ડિમ્પલ યાદવની અરજી મંજૂર કરી લીધી હતી અને સીબીઆઇને તેમની સામે તપાસ રોકવાના આદેશ આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે તેઓ સાર્વજનિક પદ પર નથી. કોર્ટે 1 માર્ચ 2007ના આદેશમાં પણ સંશોધન કર્યું હતું અને તપાસ એજન્સીથી કોર્ટમાં સ્થિતિ રિપોર્ટ દાખલ કરવા કહ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news