ખતના પ્રથા વિવાદ : સુપ્રીમ કોર્ટે કહ્યું - મહિલાઓનું માત્ર લગ્ન અને પતિ માટે જ નથી...

સુપ્રીમ કોર્ટે ખતના પ્રથાને લઇને સવાલ ઉભા કર્યા છે. ખતના પ્રથાના વિરોધમાં દાખલ થયેલી અરજી પર સુનાવણી દરમિયાન સોમવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મહિલાઓનું જીવન લગ્ન અને પતિ માટે જ નથી હોતું. 
ખતના પ્રથા વિવાદ : સુપ્રીમ કોર્ટે કહ્યું - મહિલાઓનું માત્ર લગ્ન અને પતિ માટે જ નથી...

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ખતના પ્રથાને લઇને સવાલ ઉભા કર્યા છે. ખતના પ્રથાના વિરોધમાં દાખલ થયેલી અરજી પર સુનાવણી દરમિયાન સોમવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મહિલાઓનું જીવન લગ્ન અને પતિ માટે જ નથી હોતું. 

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, મહિલાઓને લગ્ન ઉપરાંત પણ ઘણી જવાબદારીઓ છે. આ પ્રકારની પ્રથા મહિલાઓના પોતાના અંગત અધિકારો પર તરાપ સમાન છે. આ લૈગિંક સંવેદનશીલતાનો મામલો છે અને આરોગ્ય માટે પણ ખતરનાક છે. આ પ્રકારનું કૃત્ય એક મહિલાને પુરૂષના રૂપમાં તૈયાર કરવાના હેતુથી કરવામાં આવે છે જાણે કે એક જાનવર હોય. 

અરજી કર્તા તરફે એડવોકેટ ઇન્દિરા જયસિંહે કહ્યું કે, આ ગુનાહિત કૃત્ય માટે એટલા માટે મંજૂરી આપી ન દેવાય કે તે એક પ્રથા છે. કોઇના ગુપ્ત ભાગને અડવું એ પણ પોસ્કો અંતર્ગત ગુનો છે. કેન્દ્ર સરકારે અરજી કર્તાની અરજીને સમર્થન આપતાં ખતના પ્રથા સામે વિરોધ વ્યક્ત કર્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે, ધર્મની આડમાં છોકરીઓને ખતના કરવું અપરાધ છે અને એના પર પ્રતિબંધ મુકવો જોઇએ. 

સુપ્રીમ કોર્ટેમાં આ અંગે ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન કોર્ટે પણ આ કહ્યું હતું કે, ધર્મના નામ પર કોઇ પણ મહિલાના જનનાંગને કેવી રીતે સ્પર્શી શકાય. જનનાંગને વિકૃત કરવા એ મહિલાઓની ગરિમા અને સન્માનની વિરૂધ્ધ છે. દાઉદી વહોરા મુસ્લિમ સમુદાયમાં પ્રચલિત ખતના પ્રથા સામે આકરા સવાલ ઉભા કર્યા છે. સગીર છોકરીઓને ખતના કરવાની પ્રથાના વિરોધમાં દાખલ કરાયેલ અરજી સંદર્ભે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મહિલાઓને ખતના એટલા માટે ન કરાય કે તેઓ લગ્ન કરવા ઇચ્છે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news