'ચોકીદાર ચોર' મામલે સુપ્રીમ કોર્ટની રાહુલ ગાંધીને નોટિસ, 22 એપ્રિલ સુધીમાં આપવો પડશે જવાબ
રાફેલ મુદ્દે ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કોર્ટના અનાદરની અરજી દાખલ કરી હતી જેના પર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને 22 એપ્રિલ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: રાફેલ મુદ્દે ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કોર્ટના અનાદરની અરજી દાખલ કરી હતી જેના પર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને 22 એપ્રિલ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. રાહુલ ગાંધી પર કોર્ટના નિવેદનને ખોટી રીતે રજુ કરવાનો આરોપ છે. આરોપ મુજબ રાહુલે એક નિવેદનમાં કહ્યું કે ચોકીદાર ચોર છે તેવું સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું.
Supreme Court issues notice to Congress President Rahul Gandhi in connection with a contempt petition filed against him. Supreme Court has sought an explanation from him. (file pic) pic.twitter.com/QZBtnbdLEL
— ANI (@ANI) April 15, 2019
અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ (કોર્ટનો અનાદર) અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું કે રાફેલ મામલે ગોપનીય દસ્તાવેજને પણ ચર્ચાનો ભાગ બનાવવાના સુપ્રીમ કોર્ટના આદેશની કોંગ્રેસ અધ્યક્ષે ખોટી રીતે રજુઆત કરી છે. મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી પર આરોપ લગાવતા કહ્યું કે તેમણે 'ચોકીદાર ચોર હૈ'ના પોતાના નિવેદનને સુપ્રીમ કોર્ટના નિવેદનની જેમ રજુ કર્યું.
જુઓ LIVE TV
કોર્ટે આ મામલે સોમવારે સુનાવણી હાથ ધરવાનું જણાવ્યું હતું. મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી પર આરોપ લગાવતા એમ પણ કહ્યું કે રાફેલની પુર્નવિચાર અરજી મામલે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે ચોકીદાર ચૌર હૈ!'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે