લોકશાહીની હત્યા નહીં થવા દઈએ, ચંદીગઢ મેયરની ચૂંટણીના વિવાદ પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી
Supreme Court News Today: ચંદીગઢ મેયર ચૂંટણી વિવાદ પર સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું કે તે લોકતંત્રની હત્યાની મંજૂરી આપશે નહીં.
Trending Photos
નવી દિલ્હીઃ ચંદીગઢ મેયર ચૂંટણી વિવાદ પર સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે લોકતંત્રની હત્યાની મંજૂરી આપશે નહીં. સુપ્રીમ કોર્ટે રજિસ્ટ્રાર જનરલને તમામ રેકોર્ડ સુરક્ષિત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટ આ મામલાની સુનાવણી 12 ફેબ્રુઆરીએ કરશે. ચંદીગઢ મેયર ચૂંટણીમાં પીઠાસીન અધિકારીની હરકતો પર ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યું કે આ લોકતંત્રની મજાક છે... જે કંઈ થયું તેનાથી અમે સ્તબ્ધ છીએ. અમે આ પ્રકારે લોકતંત્રની હત્યા થવા દેશું નહીં.
સુપ્રીમ કોર્ટે સોમવારે ચંદીગઢ મેયરની ચૂંટણી માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા બેલેટ પેપર, વીડિયોગ્રાફી અને અન્ય સામગ્રી સહિતની ચૂંટણી પ્રક્રિયાના સંપૂર્ણ રેકોર્ડની માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે ચંદીગઢ સિવિક બોડીની પ્રથમ બેઠક 7 ફેબ્રુઆરીએ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવાનો પણ આદેશ આપ્યો છે.
Chandigarh mayoral polls: Supreme Court slams Returning Officer who held the Chandigarh Mayor elections and says it is obvious that Returning Officer has defaced the ballot papers.
Supreme Court says, "Is this the way he conducts the elections? This is a mockery of democracy.…
— ANI (@ANI) February 5, 2024
સુપ્રીમ કોર્ટ આપ કોર્પોરેટર કુલદીપ સિંહ તરફથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. હાઈકોર્ટે ચંદીગઢમાં નવા મેયર ચૂંટણીની માંગ કરનારી પાર્ટીને કોઈ વચગાળાની રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. હકીકતમાં 20 કોર્પોરેટર હોવા છતાં આપ-કોંગ્રેસ ગઠબંધન ચૂંટણી હારી ગયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે