Ayodhya Case Review Petitions: સુપ્રીમ કોર્ટે તમામ પુન:વિચાર અરજીઓ ફગાવી
સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે આપેલા ચુકાદામાં વિવાદિત જમીનને રામ મંદિર નિર્માણ માટે આપી દેવાની વાત કહી હતી અને સાથે જ કોર્ટે મુસ્લિમ પક્ષકારોને અયોધ્યામાં કોઈ પણ જગ્યાએ મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન આપવાનો આદેશ કર્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: અયોધ્યા (Ayodhya Case) મામલે સુપ્રીમ કોર્ટમાં 18 જેટલી પુન:વિચાર અરજીઓ પર આજે સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ તમામ અરજીઓને ફગાવી દીધી છે. જજોએ પોતાની ચેમ્બરમાં સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ એસ એ બોબડે (Sharad Arvind Bobde) ની અધ્યક્ષતામાં જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર, અને જસ્ટિસ સંજીવ ખન્નાએ સુનાવણી હાથ ધરી હતી. અત્રે જણાવવાનું કે અયોધ્યા વિવાદ પર 9 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે આપેલા ચુકાદામાં વિવાદિત જમીનને રામ મંદિર નિર્માણ માટે આપી દેવાની વાત કહી હતી અને સાથે જ કોર્ટે મુસ્લિમ પક્ષકારોને અયોધ્યામાં કોઈ પણ જગ્યાએ મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન આપવાનો આદેશ કર્યો હતો. આ મામલે પુન:વિચારની 18 અરજીઓ દાખલ કરવામાં આવી હતી જેની ઇન ચેમ્બર સુનાવણી આજે બપોરે હાથ ધરાઈ.
જુઓ LIVE TV..
અયોધ્યા મામલામાં મોટાભાગની પુન:વિચારની અરજી અસંતુષ્ટ મુસ્લિમ પક્ષકારોની હતી. પણ આ મામલામાં નિર્મોહી અખાડાએ પણ અરજી દાખલ કરી હતી. આ અરજીમાં નિર્મોહી અખાડાએ રાઇટ્સ, કબજા અને મર્યાદા વિશેના કોર્ટના નિર્ણય સામે વિરોધ કરીને પુન:વિચારની અરજી દાખલ કરી હતી. અયોધ્યા ચુકાદા મામલામાં પહેલી પુન:વિચાર અરજી 2 ડિસેમ્બરના દિવસે મૌલાના અશદ રશીદી દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેઓ ઉત્તર પ્રદેશ જમીયલ ઉલમા એ હિંદના અધ્યક્ષ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે