Arijit Singh Raanjhanaa: અરિજીત સિંહનું નવું ગીત રાંજણા રિલીઝ થતાં જ હીટ, જુઓ વીડિયો

Raanjhanaa Arijit Singh New Song: અરિજીત સિંહનું (Arijit Singh) નવું વીડિયો સોન્ગ (New Video Song) રાંજણા (Raanjhanaa) યૂટ્યૂબ (YouTube) પર રિલીઝ થતાં જ ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતમાં હિના ખાન (Hina Khan) અને પ્રિયાંક શર્માની (Priyank Sharmaa) જોડી પ્રભાવ પાડી રહી છે. બંનેની કેમેસ્ટ્રી દર્શકોને પસંદ આવી રહી છે. યૂટ્યૂબ પર આ ગીત રિલીઝ થતાં જ ગણતરીના સમયમાં જ લાખો લોકોએ જોયું છે..

Arijit Singh Raanjhanaa: અરિજીત સિંહનું નવું ગીત રાંજણા રિલીઝ થતાં જ હીટ, જુઓ વીડિયો

નવી દિલ્હી : પોતાના અવાજના જાદુથી સંગીત પ્રેમીઓને દીવાના બનાવનાર સિંગર અરિજીત સિંહનો (Arijit Singh) મોસ્ટ અવેટેડ મ્યુઝિક આલ્બમ (Music Album) સિંગલ રાંજણા (Raanjhanaa) આજે રિલીઝ થયો છે. આ ગીતમાં હિના ખાન (Hina Khan) અને પ્રિયાંક શર્માની (Priyank Sharmaa) જોડી લોકોને પસંદ આવી રહી છે. ગીત રિલીઝ થતાં જ ગણતરીના કલાકોમાં લાખો લોકોએ આ ગીત જોયું છે. 

બોલીવુડના જાણીતા સિંગર અરિજીત સિંહના આ ગીતનો વીડિયો ઘણી રીતે ખાસ છે. ગીતનો વીડિયો પંજાબના એક ગામ પર આધારિત છે. જ્યાં હિના ખાન અને પ્રિયાંક શર્માના પુન:જન્મ વાળી પ્રેમ કહાની બતાવાઇ છે. ગીતમાં હિના ખાનનો મોર્ડન લુક તો છે જ સાથોસાથ પંજાબી શરારતી યુવતી અને પંજાબી દુલ્હનનો લુક પણ જબરજસ્ત છે. સાથમાં પ્રિયાંક શર્મા પણ પોતાના લુકમાં આકર્ષક લાગી રહ્યો છે. જુઓ વીડિયો

આ ગીતને ઝી મ્યુઝિક કંપનીએ યૂટ્યબ ચેનલથી રિલીઝ કર્યું છે. આ ગીતને રિલીઝ કર્યાના માત્ર 4 કલાકમાં તો 5 લાખથી વધુ લોકોએ આ ગીત જોયુ છે. સોશિયલ મીડિયા પર આ ગીત ધૂમ મચાવી રહ્યું છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

From the sets of Raanjhana..🌹

A post shared by Hina Khan (@realhinakhan) on

આ ગીતનું સંગીત અસદ ખાને આપ્યું છે તો એના શબ્દો રકીબ આલમે લખ્યા છે. ગીતના વીડિયોમાં હિના ખાન અને પ્રિયાંક શર્માની સાથે તસ્નીમ ખાન, જ્યોતિ કલશ, રાજીવ મિશ્રા, ઉમેશ સિંહ, સુનીતા શર્મા, અન્વી શર્મા અને સિયા ભારદ્વાજ મહત્વના રોલમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news