Sunny Deol On Election: સની દેઓલ આગામી લોકસભા ચૂંટણી લડશે કે નહીં? અભિનેતાએ આપ્યો જવાબ
Sunny Deol Dialogue: આજકાલ ચારેબાજુ બોલીવુડ અભિનેતા સની દેઓલની ફિલ્મ ગદર 2ની જ ચર્ચા થઈ રહી છે. ફિલ્મ ઝડપથી 500 કરોડની ક્લબમાં સામેલ થવા જઈ રહી છે. અત્રે જણાવવાનું કે સની દેઓલ અભિનેતા હોવાની સાથે સાથે પંજાબના ગુરુદાસપુરથી સાંસદ પણ છે. સની દેઓલ ભાજપમાંથી સાંસદ બનેલા છે
Trending Photos
Sunny Deol Dialogue: આજકાલ ચારેબાજુ બોલીવુડ અભિનેતા સની દેઓલની ફિલ્મ ગદર 2ની જ ચર્ચા થઈ રહી છે. ફિલ્મ ઝડપથી 500 કરોડની ક્લબમાં સામેલ થવા જઈ રહી છે. અત્રે જણાવવાનું કે સની દેઓલ અભિનેતા હોવાની સાથે સાથે પંજાબના ગુરુદાસપુરથી સાંસદ પણ છે. સની દેઓલ ભાજપમાંથી સાંસદ બનેલા છે. આ બધા વચ્ચે સની દેઓલે એક ઈન્ટરવ્યુમાં તેઓ આગામી લોકસભા ચૂંટણી લડશે કે નહીં તેના પર મોટું નિવેદન આપ્યું છે. સની દેઓલને જ્યારે આ અંગે સવાલ પૂછાયો તો તેમણે શું કહ્યું તે ખાસ જાણો.
સની દેઓલ ચૂંટણી લડશે કે નહીં?
સની દેઓલે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેઓ આગામી ચૂંટણી લડશે નહીં. તેઓ પાર્ટીના ઉમેદવાર નહીં બને. ભાજપના સાંસદ સની દેઓલે કહ્યું કે તેમને એવું લાગે છે કે તેઓ અભિનેતા તરીકે જ દેશની સેવા કરે. એક સાથે અનેક કામ કરવા મુશ્કેલ છે. એક સમય પર એક જ કામ થઈ શકે છે. તેઓ જે વિચાર સાથે રાજકારણમાં આવ્યા હતા, તે એક અભિનેતા તરીકે પણ થઈ શકે છે. આથી તેમણે આગામી લોકસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે.
રાજકારણ પર શું બોલ્યા સની દેઓલ
સની દેઓલે એમ પણ કહ્યું કે એક્ટિંગમાં રહીને તેમનું મન જે ઈચ્છે તે તેઓ કરી શકે છે. પણ પોલિટિક્સમાં જો તેઓ કઈ પણ વચન આપે અને પછી તે ન કરી શકે તો તે તેમનાથી સહન થતું નથી. આવું તેઓ ન કરી શકે. આથી તેઓ ફક્ત એક્ટિંગની દુનિયામાં જ આગળ રહેવા માંગે છે.
લોકસભામાં ઓછી હાજરી પર શું કહ્યું
નોંધનીય છે કે એક સાંસદ તરીકે લોકસભામાં તેમની હાજરી ફક્ત 19 ટકા રહી છે. જેના પર સની દેઓલે કહ્યું કે લોકસભામાં દેશને ચલાવનારા લોકો બેસે છે. તેમાં તમામ દળોના નેતાઓ છે. પણ ત્યાં જેવું વર્તન કરવામાં આવે છે, તેના માટે આપણે બીજાને કહીએ છીએ કે આવું ન કરો. જ્યારે હું તેમને જોઉ છું ત્યારે એવું લાગે છે કે ક્યાંક જતો રહું. કારણ કે હું આવો નથી. હવે આગળ હું ચૂંટણી લડવા માંગતો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે