Shashi Tharoor એ સુમિત્રા મહાજનના નિધનના ફેક ન્યૂઝ શેર કર્યા, તાઈએ બરાબર ફટકાર લગાવી
Trending Photos
ઈન્દોર: પોતાના નિધનની ફેક ખબરો પર પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને ચૂપ્પી તોડી છે. મહાજને આ માટે ન્યૂઝ ચેનલોને ખુબ ફટકાર લગાવી. તેમણે કહ્યું કે આખરે ન્યૂઝ ચેનલો સચ્ચાઈ જાણ્યા વગર ખબર ચલાવી કેવી રીતે શકે? તેમણે ઈન્દોર પ્રશાસન પાસેથી ખબરની સચ્ચાઈ જાણવાની કોશિશ કરી? અત્રે જણાવવાનું કે સામાન્ય તાવ આવ્યા બાદ સુમિત્રા મહાજને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમની તબિયતમાં હવે સુધારો થઈ રહ્યો હોવાનું કહેવાય છે.
મહાજને પૂછ્યું- આટલી શું ઉતાવળ હતી?
પૂર્વ લોકસભા અધ્યક્ષના નિધનના સમાચાર ગુરુવારે રાતે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યારબાદ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની પણ ટ્વીટ આવી. થરૂરે લખ્યું હતું કે પૂર્વ લોકસભા અધ્યક્ષ શ્રીમતી સુમિત્રા મહાજન હવે આપણા વચ્ચે નથી. ઈશ્વર દિવંગત આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે. જેના પર પ્રતિક્રિયા આપતા મહાજને કહ્યું કે મારી ભત્રીજીએ શશિ થરૂરની ટ્વીટનું ખંડન કર્યું. પરંતુ કોઈ પુષ્ટિ કર્યા વગર ખબર ફેલાવવાની શું ઉતાવળ હતી.
How could news channels run a report on my so called demise without even cross checking with the Indore administration? My niece refuted Mr. Tharoor on Twitter but what was the urgency in announcing without confirmation?: Sumitra Mahajan, former Lok Sabha speaker (File photo) pic.twitter.com/eE6mv15rly
— ANI (@ANI) April 23, 2021
વિજયવર્ગીયે કર્યું હતું ખંડન
વાત જાણે એમ છે કે શશિ થરૂરે ફેક ન્યૂઝની જાળમાં ફસાઈને સુમિત્રા મહાજનના નિધન અંગે ટ્વીટ કરી. તેમણે સચ્ચાઈ જાણવાની પણ કોશિશન કરી. તેમની ટ્વીટ પર જ્યારે ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની નજર પડી તો તેમણે તરત જવાબ આપ્યો. વિજયવર્ગીયે લખ્યું કે સુમિત્રા તાઈ એકદમ સ્વસ્થ છે. ભગવાન તેમને લાંબી ઉંમર આપે. ભાજપ નેતાના આ જવાબ બાદ થરૂરે પોતાની ટ્વીટ ડિલિટ કરી અને માફી માંગી.
Thanks @kailashOnline. I have deleted my tweet. I wonder what motivates people to invent and spread such evil news that takes in people. My best wishes for Sumitra ji’s health and long life.
— Shashi Tharoor (@ShashiTharoor) April 22, 2021
શશિ થરૂરે માફી માંગી
શશિ થરૂરે સમગ્ર મામલે માફી માંગતા લખ્યું કે ખબર નહીં આ કોણ લોકો છે. જે આવી ખોટી ખબરો ફેલાવે છે. ભૂલના કારણે મારાથી આવું થયું છે. મારી શુભકામનાઓ સુમિત્રાજી સાથે છે. ભગવાન તેમને લાંબી ઉંમર આપે અને હંમેશા સ્વસ્થ રાખે. જો કે ભલે થરૂરે માફી માંગી લીધી પરંતુ સોશિયલ મીડિયા પર લોકો તેમને નિશાન બનાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસ સાંસદે સચ્ચાઈ જાણ્યા વગર આવી ટ્વીટ કેવી રીતે કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે