જાણો કેવી રીતે હિન્દી મીડિયમમાંથી પરીક્ષા આપીને બની ગયા IAS, એક સમયે પિતા સાથે કરતા હતા ખેતી

એવું માનવામાં આવે છે કે હિન્દી કે અન્ય સ્થાનિક ભાષામાં ભણેલા લોકો માટે યુપીએસસીની રાહ પડકારભરી હોય છે. કારણ કે UPSC ની તૈયારી કરવા માટે મોટાભાગના સંસાધન અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. આવામાં હિન્દી મીડિયમના વિદ્યાર્થીઓએ બમણી મહેનત કરવી પડતી હોય છે. જો કે મહેનત કરનારાઓ માટે માધ્યમ ક્યારેય અડચણ બનતું નથી. 

જાણો કેવી રીતે હિન્દી મીડિયમમાંથી પરીક્ષા આપીને બની ગયા IAS, એક સમયે પિતા સાથે કરતા હતા ખેતી

દેશના લાખો યુવાઓ UPSC સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરતા હોય છે. જો કે આ પરીક્ષામાં સફળતા મેળવવી એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. એવું માનવામાં આવે છે કે હિન્દી કે અન્ય સ્થાનિક ભાષામાં ભણેલા લોકો માટે યુપીએસસીની રાહ પડકારભરી હોય છે. કારણ કે UPSC ની તૈયારી કરવા માટે મોટાભાગના સંસાધન અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. આવામાં હિન્દી મીડિયમના વિદ્યાર્થીઓએ બમણી મહેનત કરવી પડતી હોય છે. જો કે મહેનત કરનારાઓ માટે માધ્યમ ક્યારેય અડચણ બનતું નથી. આજે અમે પણ તમને એક એવા IAS વિશે જણાવીશું જેમણે હિન્દી મીડિયમમાંથી અભ્યાસ કર્યો હોવા છતાં યુપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવી છે. 

પિતા સાથે ખેતી કરતા
અહીં તમને યુપીએસસી પરીક્ષામાં 18મો રેંક મેળવનારા રવિકુમાર સિહાગ વિશે જણાવીશું. રવિ આમ તો રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લાના છે. તેમના પિતા એક ખેડૂત છે. રવિ પણ ખેતીમાં પિતાને મદદ કરતા હતા. શિક્ષણની વાત કરીએ  તો રવિએ સાતમા ધોરણ સુધીનો અભ્યાસ પૈતૃક ગામના સરસ્વતી વિદ્યા મંદિરથી  કર્યો છે. ત્યારબાદ 11માં ધોરણ સુધીનો અભ્યાસ અનુપગઢના શારદા સ્કૂલ અને 12માનો અભ્યાસ વિજયનગરની એક સીનિયર સેકન્ડરી સ્કૂલમાંથી કર્યો. ત્યારબાદ તેમણે અનુપગઢના શારદા કોલેજથી બીએની ડિગ્રી મેળવી. 

હિન્દી મીડિયમના ટોપર બન્યા
રવિએ કુલ 4 વખત યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા આપી હતી. જેમાંથી તેઓ 3 વાર સફળ પણ બન્યા. વર્ષ 2018માં યુપીએસસીના પહેલા પ્રતત્નમાં તેમણે 337મો અને પછી 2019માં 317મો રેંક મેળવ્યો હતો. વર્ષ 2020માં ત્રીજા પ્રયત્નાં તેઓ મુખ્ય પરીક્ષા પણ પાસ કરી શક્યા નહતા. પછી વર્ષ 2021માં ચોથા પ્રયત્નમાં તેમણે 18મો રેંક મેળવ્યો. તેઓ યુપીએસસી પરીક્ષા 2021માં હિન્દી મીડિયમના ટોપર પણ હતા. 

હિન્દીની સાથે અંગ્રેજી ભણ્યા
રવિ પોતાની સફળતામાં ભાષાને ક્યારેય વિધ્ન તરીકે જોતા નથી. તેમનું કહેવું છે કે જો યોગ્ય દિશામાં મહેનત કરવામાં આવે તો આ પરીક્ષાને કોઈ પણ ભાષામાં પાસ કરી શકાય છે. જો કેતેઓ હિન્દીની સાથે સાથે અંગ્રેજી ભાષા પણ ભણવાની સલાહ આપે છે. કારણ કે કામકાજ અને અન્ય સ્થળો પર અંગ્રેજીની ઉપયોગિતા નકારી શકાય નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news