વાવાઝોડાની નહિ ગુજરાતીઓને નવરાત્રિની છે ચિંતા, નોરતાના આટલા દિવસ બગાડશે વરસાદ

Ambalal Patel Monsoon Prediction For Navratri 2023  :  આ વર્ષે નવરાત્રિની મજા બગાડી શકે છે મેઘરાજા,,, પહેલા નોરતે પડી શકે છે વરસાદ,,, ચોથા, પાંચમા અને છઠ્ઠા નોરતે પણ આગાહી

વાવાઝોડાની નહિ ગુજરાતીઓને નવરાત્રિની છે ચિંતા, નોરતાના આટલા દિવસ બગાડશે વરસાદ

Gujarat Weather Forecast : આ વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓની સાથે સાથે મેઘરાજા પણ ગરબા રમવા આવશે! જી હા,,, રઢિયાળી રાતમાં ખેલૈયાઓને ભીંજવી નાખશે મેઘરાજા. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે નવરાત્રિમાં મધ્યમ વરસાદની આગાહી આપી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ત્રીજા નોરતાથી સાતમા નોરતા વચ્ચે વરસાદ પડી શકે છે. 17થી 20 ઑક્ટોબરે અંબાલાલ પટેલે વરસાદની આગાહી આપી છે. આ સાથે જ અંબાલાલ પટેલે આગાહી આપી છે કે આ વખતે અલ-નીનોને કારણે શિયાળો 15 દિવસથી 25 દિવસ સુધી મોડો બેસશે. 
એટલે કે ભલે ચોમાસું વિદાય લઈ લે અને સત્તાવાર રીતે શિયાળો બેસી જાય. પરંતુ લગભગ 15થી 25 દિવસ સુધી ઠંડીનો અહેસાસ નહીં થાય. 

આ વખતે વરસાદ નવરાત્રિની મજા બગાડી શકે છે. રાજ્યમાં 10 ઑક્ટોબરથી ચોમાસું લેશે વિદાય તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું. સાથે જ તેમણે કહ્યું કે, આ વખતે શિયાળો મોડો બેસશે. પરંતું તેમણે નવરાત્રિમાં આપી વરસાદની આગાહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે લોકોને શિયાળાનો મોડો અહેસાસ થશે. અલ-નીનોની અસરના કારણે વાતાવરણમાં ઠંડક મોડા અનુભવાશે. ચોમાસુ 10 ઓક્ટોબર સુધી વિદાય લેશે. ભેજવાળા વાતાવરણને લઈને બપોરે ગરમી અને સવાર અને સાંજ થોડી ઠંડક અનુભવાશે. અલ નીનોના કારણે સમગ્ર અસર છે. પરંતુ નવરાત્રિના મધ્ય દિવસોમાં વરસાદ રહી શકે છે. 10 ઓક્ટોબરે એક સિસ્ટમ બનવાને લઈને 13 અને 14 ઓક્ટોબરે વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે 17 થી 20 ઓક્ટોબરે વરસાદ રહી શકે છે. 

આજથી અમદાવાદના રીક્ષાચાલકો હડતાળ પર, લાખો મુસાફરો અટવાશે
    
દેશભરમાંથી હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ભાદરવાનો તાપ પોતાનો પ્રકોપ બતાવી રહ્યો છે. હવે રાહ જોવાઈ રહી છે શિયાળાની. જો કે ગજરાતના લોકોએ શિયાળાની શરૂઆત માટે નવેમ્બરના મધ્ય સુધી રાહ જોવી પડે તેમ છે, તો બીજી તરફ વરસાદ નવરાત્રિની મજા બગાડી શકે છે. ઓક્ટોબરની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદે પોતાની ઈનિંગ લગભગ પૂરી કરી લીધી છે. હવે પાછોતરા વરસાદની જ સંભાવના છે. સામાન્ય રીતે ઓક્ટોબરના અંતથી દિવસનું તાપમાન ઘટવાની સાથે શિયાળાનું આગમન થઈ જતું હોય છે. જો કે આ વખતે તેની સંભાવના ઓછી છે.

નવરાત્રિને વરસાદનું વિઘ્ન?

  • શિયાળાનું આગમન 20થી 25 દિવસ મોડું થવાની શક્યતા
  • ચોમાસું 10મી ઓક્ટોબરથી વિદાય લેશે
  • ચોમાસું મોડું શરૂ થશે, પણ ઠંડીમાં રાહત નહીં મળે
  • નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે
  • દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં નવરાત્રિમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ?

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું માનીએ તો આ વખતે શિયાળાનું આગમન 20 થી 25 દિવસ જેટલું મોડું થવાની શક્યતા છે. તેની પાછળ દેશમાં મોડું બેઠેલા ચોમાસા સહિતના કેટલાક પરિબળો જવાબદાર છે. સામાન્ય રીતે 10 ઓક્ટોબર સુધી રાજ્યમાં દક્ષિણ પશ્વિમના પવનો ફૂંકાય છે, ત્યારબાદ ઉત્તર પૂર્વના પવનોની શરૂઆત થતી હોય છે, આ પવનોને કારણે જ ગુજરાતમાં શિયાળો બેસતો હોય છે. આ વર્ષે ઉત્તરપૂર્વના પવનો સમયસર જ પોતાનું સ્થાન લેશે, જો કે હવામાન નિષ્ણાતોનું માનીએ તો ઉત્તર ભારતમાં હજુ અલ નીનોની અસર હોવાને કારણે શિયાળો 20 દિવસ મોડો એટલે કે 20 નવેમ્બરની આસપાસ બેસે તેવી શક્યતા છે. પણ સારી વાત એ છે કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડી દર વખતની જેમ પોતાનું જોર દેખાડશે.  

ઉત્તર ભારતમાંથી દક્ષિણ-પશ્ચિમના ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે. જો કે ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર રીતે વિદાયને હજુ થોડો સમય લાગશે. કેમ કે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ છે. વાતાવરણ સૂકું થાય અને પવનોની દિશા બદલાય ત્યારે જ ચોમાસાની વિદાયની જાહેરાત કરવામાં આવે છે. ગુજરાતમાં 6 સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગે વરસાદની કોઈ આગાહી નથી કરી. 

જો કે વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે.જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે નવરાત્રિમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે ત્રીજા નોરતાથી સાતમા નોરતા વચ્ચે એટલે કે 17થી 20 ઓક્ટબર સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે. પાછોતરો વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે. 

અંબાલાલ પટેલે એવી આગાહી પણ કરી છે કે ગુજરાતમાં ચોમાસાની પીછેહઠ 10 ઓક્ટોબરથી શરૂ થઈ જશે. આ વખતે શિયાળો 15થી 25 દિવસ સુધી મોડો બેસશે. એટલે કે ઓક્ટોબરના અંત સુધી ઠંડીનો અહેસાસ નહીં થાય. ગુજરાતમાં ચોમાસામાં સીઝનનો સરેરાશ 104 ટકા વરસાદ નોંધાયો છે. ઓગસ્ટમાં વરસાદની ટૂંકી પણ ધમાકેદાર ઈનિંગે વરસાદની સરેરાશ પૂરી કરી છે. ત્યારે હવે જોવું એ રહેશે કે ચોમાસાની બાકીની ઈનિંગ કેવી રહે છે.

ઓક્ટોબરમાં આકરો તાપ પડવાની આગાહી
રાજ્યમાં ચોમાસાની વિદાયની શરુઆત થઈ ગયી છે.ઓક્ટોબરમાં રાજ્યમાં આકરો તાપ પડવાની સંભાવના છે.આગામી થોડા દિવસોમાં જ ગરમી વધશે. જ્યારે ગુજરાતમાં શિયાળો મોડો શરૂ થાય તેવી સંભાવના સ્કાયમેટે વ્યક્ત કરી છે.જો કે અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદની આગાહી કરી છે.આ વર્ષે નવરાત્રિ દરમિયાન વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. પ્રથમ નોરતાનાં દિવસે રાજ્યમાં અનેક સ્થળે વરસાદની સંભાવનાં છે. 17 ઓક્ટોમ્બર બાદ બંગાળ- અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. પ્રથમ નોરતામાં અને દશેરાનાં દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news