મોંઘવારીથી રાહત ! 6 મહિના બાદ સબ્સિડી અને નોનસબ્સિડાઇઝ્ડ સિલિન્ડરનાં ભાવ ઘટ્યા
મોંઘવારી મોર્ચે પર રાહતનાં સમાચાર આવી રહ્યા છે, સબ્સિડીવાળા અને સબ્સિડીવગરનાં સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે
Trending Photos
નવી દિલ્હી : મોંઘવારીના મોર્ચે રાહતનાં સમાચાર આવી રહ્યા છે. સબ્સિડીવાળા અને સબ્સિડી વગરનાં સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનાં અનુસાર, સબ્સિડીવાળા રસોઇ ગેસ સિલિન્ડરની કિંમત6.52 રૂપિયા જ્યારે સબ્સિડી વગરનાં રસોઇ ગેસ સિલિન્ડરનાં ભાવ 133 રૂપિયા ઘટ્યા છે. 14.2 કિલોની સબ્સિડી વાળા એલપીજી સિલિન્ડરની દિલ્હીમાં કિંમત 500.90 રૂપિયા થશે જે પહેલા 507.42 કરોડ રૂપિયા હતી.
જુન બાદ આ પહેલી તક છે જ્યારે રસોઇ ગેસનાં ભાવ ઘટાડ્યા છે. બીજી તરફ છવાર સતત કિંમતોમાં વધારો કરવામાં આવ્યો. નવેમ્બરમાં બે વખત ગેસ સિલિન્ડરનાં ભાવ વધારવામાં આવ્યા. કુલ 14.13 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. અંતિમ વખત 1 નવેમ્બરે 2.94 રૂપિયા ભાવ વધાર્યા હતા.
દેશની સૌથી મોટી તેલ રિફાઇનરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને જણાવ્યું કે, 1 ડિસેમ્બરથી દિલ્હીમાં સબ્સિડીવાળુ 14.2 કિલોગ્રામનો રસોઇ ગેસ સિલિન્ડર 133 રૂપિયા સસ્તો મળશે. તેનાં માટે હવે ગ્રાહકોને 809.50 રૂપિયા આપવું પડશે. હાલ તેની કિંમત 942.50 રૂપિયા હતી. આ પ્રકારે સબ્સિડીવાળા રસોઇ ગેસની કિંમત 500 રૂપિયા થઇ ગઇ છે. આ પ્રકારે ગ્રાહકોને પ્રતિ સિલિન્ડર 6.52 રૂપિયાની રાહત મળશે.
સરકાર 12 સિલિન્ડર સુધી પ્રત્યેક ગ્રાહકને સબ્સિડી આપે છે. આ સબ્સિડીની રકમ પ્રતિમાસ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક એલપીજી રેટ અને વિદેશ વિનિમય દરમાં પરિવર્તન અનુસાર બદલાતી રહે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ભાવ વધે છે તો સરકાર વધારે સબ્સિડી ગ્રાહકોને આપે છે.
ટેક્સ નિયમો અનુસાર, રસોઇ ગેસ પર જીએસટી ગણનાં ઇંધણ બજાર મુલ્ય પર જ નક્કી કરવામાં આવે છે. એવામાં સરકાર ઇંધણની કિંમનાં એક હિસ્સાને તો સબ્સિડી તરીકે આપી શકે છે. પરંતુ કરની ચુકવણી બજારનાં ભાવે જ કરવાની હોય છે. આના કારણે બજાર મુલ્ય એટલે કે સબ્સિડીવાળા એલપજીમાં ઘટાડો થવાથી તેનાં કરમાં ઘટાડો થવાનાં કારણે એલપીજીનાં ભાવમાં ઘટાડો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે