Free Panipuri: પુત્રીના જન્મ પર પાણીપુરીવાળાએ ખવડાવી 20 હજાર રૂપિયાની પાણીપુરી

Golgappa: અમારા ઘરે લક્ષ્મી આવી છે. દીકરીઓ ભાગ્યશાળીઓને મળે છે. અમીરો પોત પોતાની રીતે અને ગરીબો પોત પોતાની રીતે ઉજવણી કરે છે. મોનુએ કહ્યું કે તે રોજ લોકોને પાણીપુરી ખવડાવતો હતો. પરંતુ આજે જે મજા છે તે તેણે ક્યારેય માણી નથી.

Free Panipuri: પુત્રીના જન્મ પર પાણીપુરીવાળાએ ખવડાવી 20 હજાર રૂપિયાની પાણીપુરી

Unlimited Panipuri: દીકરો અને દીકરી વચ્ચેના ભેદમાં વિશ્વાસ કરનારાઓ માટે હરિયાણાના સિરસા જિલ્લામાં પાણીપુરી વેચનાર મોનુ એક ઉદાહરણ છે. ઘરમાં દીકરીના જન્મની ખુશીમાં, લોકોને 20 હજાર રૂપિયાની પાણીપુરી મફતમાં ખવડાવી. પાણીપુરીની લારી પર લાંબી લાઈન લાગી હતી.  

પાણીપુરી ધારકે જણાવ્યું કે અમારા ઘરે લક્ષ્મી આવી છે. દીકરીઓ ભાગ્યશાળીઓને મળે છે. અમીરો પોત પોતાની રીતે અને ગરીબો પોત પોતાની રીતે ઉજવણી કરે છે. મોનુએ કહ્યું કે તે રોજ લોકોને પાણીપુરી ખવડાવતો હતો. પરંતુ આજે જે મજા છે તે તેણે ક્યારેય માણી નથી.

મોનુએ કહ્યું કે મને એવું લાગે છે કે ભગવાને મને બધી ખુશીઓ આપી છે. કેટલાક લોકો દીકરીઓને ગર્ભમાં મારી નાખે છે જે ખોટું છે. દીકરીઓ માતા-પિતાનું છે. દીકરી એક ઘરની નહીં પણ બે ઘરની રાણી છે. દીકરીનો પિતા કોઈ રાજાથી ઓછો નથી.

જ્યારે પાણીપુરી ખાધા પછી લોકોએ  મોનુંને રૂપિયા આપવાનું શરૂ કર્યું  તો તેણે લેવાનો ઈનકાર કરી દીધો. મોનુએ કહ્યું કે તે રોજે રોજ રૂપિયા કમાય છે, પણ આજે આનંદનો દિવસ છે, ગમે તેટલી પાણીપુરી ખાઓ. , કોઈની પાસેથી રૂપિયા લેવામાં નહીં આવે. આ સાથે જ પાણીપુરી ખાતા લોકોએ કહ્યું કે મોનુના ઘરે જન્મેલી બાળકીના લાંબા આયુષ્યની પણ શુભેચ્છા પાઠવી હતી અને મોનુને અભિનંદન પણ પાઠવ્યા.

અઢી કલાકમાં ખવડાવી 20 હજાર પાણીપુરી
મોનુએ લગભગ અઢી કલાકમાં લોકોને 20,000 રૂપિયાની પાણીપુરી ખવડાવી, પાણીપુરી આપવાની ઉતાવળ સાથે મોનુએ જણાવ્યું કે તે છેલ્લા 10 વર્ષથી પાણીપુરી વેચે છે. પરંતુ તેણે ક્યારેય 5,000 રૂપિયાથી વધુ કિંમતની પાણીપુરી નથી વેચી. પરંતુ આજે તેણે લોકોને 20,000 રૂપિયાની પાણીપુરી લોકોને મફતમાં ખવડાવી. 

દીકરી કુદરતની અનમોલ ભેટ: મોનુ
મોનુએ કહ્યું કે તેણે આવુ લોકોને સમજાવવા માટે કર્યું છે કે અમે જે ખુશીઓ મનાવી રહ્યા છીએ તેમાં આખું શહેર સામેલ  થવુ જોઈએ. મોનુએ કહ્યું કે અમે ગ્વાલિયરના રહેવાસી છીએ. પણ હવે ત્યાં જઈ શકતા નથી. પણ આજે દીકરીના જન્મની ખુશી છે તો મેં વિચાર્યું કે આજનો દિવસ આ જગ્યાના લોકો સાથે કેમ ના ઉજવીએ. કહેવાય છે કે સુખ વહેંચવાથી વધે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news