પથ્થરમારાનો ભોગ બની વંદે ભારત એક્સપ્રેસ, ડ્રાઈવર બાજુની સ્ક્રીન ચકનાચૂર
વારાણસીથી નવી દિલ્હી જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ એક અન્ય ટ્રેન પર થઈ રહેલા પથ્થરમારાની ચપેટમાં આવી જતા ડ્રાઈવરની મુખ્ય બારી સહિતની અન્ય કેટલીક બારીઓને નુકસાન પહોંચ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: વારાણસીથી નવી દિલ્હી જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ એક અન્ય ટ્રેન પર થઈ રહેલા પથ્થરમારાની ચપેટમાં આવી જતા ડ્રાઈવરની મુખ્ય બારી સહિતની અન્ય કેટલીક બારીઓને નુકસાન પહોંચ્યું છે.
ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશના અછલ્દામાં બાજુની લાઈન પર પસાર થઈ રહેલી ડિબ્રુગઢ રાજધાની દ્વારા એક પશુને કચડી નખાતા લોકો નારાજ થયા અને ટ્રેન પર પથ્થરમારો કરી રહ્યાં હતાં જેની ચપેટમાં વંદે ભારત એક્સપ્રેસ પણ આવી ગઈ.
સીપીઆરઓએ કહ્યું કે પથ્થરના ટુકડા ડ્રાઈવરની વિંડસ્ક્રિન અને કોચ સંખ્યા સી4, સી6, સી7, સી8, સી13ની બહારના કાચ અને સી12ની બે કાચની પેનલો પર પડ્યાં. જેના કારણે નુકસાન થયું છે.
નિવેદન મુજબ ટ્રેનમાં હાજર ટેકનીકલ કર્મચારીઓએ નુકસાનની સમીક્ષા કરી અને જાણ્યું કે ટ્રેન આગળની મુસાફરી માટે તૈયાર છે. કહેવાયું છે કે આવામાં ટ્રેને પોતાનો પ્રવાસ સામાન્ય ઝડપે ચાલુ રાખ્યો. ટ્રેન નવી દિલ્હી સ્ટેશને રાતે 11.05 કલાકે પહોંચી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે