વડાપ્રધાન મોદી 9 જુનથી શ્રીલંકા યાત્રા પર, વિસ્ફોટ થયો તે સ્થળે પણ જશે
શ્રીલંકાના રાજદુત ઓસ્ટિન ફર્નાન્ડોએ કહ્યું કે, વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રા બંન્ને પાડોશી દેશોના આંતરિક સંબંધ અને એકતા પ્રદર્શન કરવાનાં છે
Trending Photos
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પોતાની પહેલી વિદેશ યાત્રા પર શ્રીલંકા જશે. વડાપ્રધાન શ્રીલંકામાં પોતાની યાત્રામાં તે સ્થળ પર જશે, જ્યાં 21 એપ્રીલનાં રોજ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ બોમ્બ વિસ્ફોટમાં 251 લોકોનાં જીવ ગયા હતા. WION સાથેની વાતચીતમાં શ્રીલંકામાં રાજદુત ઓસ્ટિન ફર્નાંડોએ કહ્યું કે, વડાપ્રધાન મોદીની આ વિદેશ યાત્રા બંન્ને પાડોશી દેશોના આંતરિક સંબંધ અને એકતાને પ્રદર્શન કરવાનાં છે. ભાજપ સરકારને સતત બીજી વખત સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન મોદીની આ પહેલી વિદેશ યાત્રા છે. આ યાત્રા દરમિયાન વડાપ્રધાન માલદીવ પણ જશે.
MP: દરરોજ સાંજે દારૂ અને ચિકન માંગતા હતા ADM, ન મળે તો કર્મચારીઓને ખખડાવતા હતા
શ્રીલંકાના રાજદુત આસિસ્ટન ફર્નાંડોએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યાત્રા અનેક પ્રમાણમાં અલગ છે. તેમની આ યાત્રા તે પણ સંદેશ આપશે કે શ્રીલંકન પર્યટકો, વ્યાપાર જેવી વસ્તુઓ માટે બિલકુલ સુરક્ષીત છે. મોદી વિશ્વનાં સૌથી મોટા લોકશાહી દેશનાં વડા છે. ભારત અમારા પાડોશી અને અભિન્ન મિત્ર છે, એવામાં તેમની યાત્રા અનેક રીતે ઐતિહાસિક છે.
અસમ પોલીસે પકડ્યો 590 કિલો ગાંજો, જો કે લોકો ગાંજા કરતા પોલીસનાં ટ્વીટથી વધારે ખુશ !
ફર્નાંડોએ કહ્યું કે, વડાપ્રધાન મોદીની યાત્રા વિશ્વને આ સંદેશો આપશે કે શ્રીલંકા વિશ્વનાં પર્યટકો માટે સુરક્ષીત સ્થાન છે. આ યાત્રા દરમિયાન ભારત સરકારને અપીલ કરશે કે તેઓ શ્રીલંકાની યાત્રા માટે બહાર પડાયેલી એડ્વાઇઝરીને પોતાનાં પર્યટકો માટે હવે હટાવી દે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કેરળ પહોંચી રહર્યા છે. મોદી રાત્રે 11.30 વાગ્યે કોચ્ચિ એરપોર્ટ પહોંચશે. શનિવારે સવારે મોદી હેલીકોપ્ટર દ્વારા ગુરૂવાયુર માટે ઉડ્યન કરશે. જ્યાં તેઓ પ્રાર્થના કરવા માટે પ્રસિદ્ધ શ્રીકૃષ્ણ મંદિર જશે. ત્યાર બાદ તેઓ શહેરમાં એખ જાહેર રેલીને પણ સંબોધિત કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે