Cheetahs return to India: PM મોદીએ 8 ચિત્તાને કૂનો નેશનલ પાર્કમાં છોડ્યા, ફોટોગ્રાફી પણ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. આ અવસરે પીએમ મોદી નામીબિયાથી આવેલા ચિત્તાને મધ્ય પ્રદેશના કૂનો-પાલપુર નેશનલ પાર્કમાં બનેલા ક્વોરન્ટાઈન વાડામાં તેમને છૂટા મૂકશે. આ સાથે જ પીએમ મોદી સ્વ સહાયતા સમૂહ સંમેલનમાં પણ ભાગ લેશે.
Trending Photos
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ છે. પીએમ મોદીએ આજે નામીબિયાથી આવેલા આઠ ચિત્તાઓને કૂનો નેશનલ પાર્કમાં છૂટા મૂક્યા. આ અવસરે પીએમ મોદીએ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી પણ કરી. 5 માદા અને 3 નર ચિત્તાને લઈને આજે સવારે નાબીબિયાથી ખાસ વિમાન ગ્વાલિયરમાં લેન્ડ થયું હતું. જ્યાંથી ચિનૂક હેલિકોપ્ટર દ્વારા તેમને કૂનો નેશનલ પાર્ક લાવવામાં આવ્યા હતા.
PM મોદીએ કુનોમાં છોડેલા ચિત્તાની પ્રથમ ઝલક જેને પ્રધાનમંત્રીએ કેમેરામાં કેદ કરી... Watch Video #Cheetahs #CheetahIsBack #PMModiBirthday #IndiaWelcomesCheetah #CheetahStateMP #KunoNationalPark pic.twitter.com/Ph5khxqpn7
— Zee 24 Kalak (@Zee24Kalak) September 17, 2022
ચિત્તાની તસવીરો લીધી
કૂનો નેશનલ પાર્કમાં પીએમ મોદીએ લિવર ઘૂમાવીને નામીબિયાથી આવેલા આઠ ચિત્તાને છોડી મૂક્યા. ત્યારબાદ તેમણે કેમેરા લઈને આ ચિત્તાની તસવીરો લીધી. આઠ ચિત્તા હાલ ક્વોરન્ટાઈન વાડામાં રહેશે. તેમના ખાવા માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
#WATCH | Indian Air Force choppers, carrying 8 Cheetahs from Namibia, arrive at their new home - Kuno National Park in Madhya Pradesh.
(Video Source: Office of CM Shivraj Singh Chouhan's Twitter account) pic.twitter.com/nssqIKUQ5q
— ANI (@ANI) September 17, 2022
PM મોદી કૂનો નેશનલ પાર્ક પહોંચ્યા
પીએમ નરેન્દ્ર મોદી કૂનો નેશનલ પાર્ક પહોંચી ગયા છે. બીજી બાજુ 8 ચિત્તાને હેલિકોપ્ટર પણ ગ્વાલિયરથી કૂનો નેશનલ પાર્ક પહોંચ્યા છે. થોડીવારમાં પીએમ મોદી નામીબિયાથી આવેલા 8 ચિત્તાને તેમના નવા ઘરમાં છૂટા મૂકશે.
#WATCH | Madhya Pradesh: Earlier visuals of the 8 cheetahs from Namibia being brought out of the special chartered cargo flight that landed in Gwalior this morning.
Indian Air Force choppers,carrying the felines, are enroute Kuno National Park where they'll be reintroduced today pic.twitter.com/R2UV36N8E1
— ANI (@ANI) September 17, 2022
કેન્દ્રીય મંત્રીએ શેર કરી તસવીરો
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ચિત્તાના ભારતમાં લેન્ડ થવાની તસવીરો શેર કરી. તેમણે લખ્યું કે આખરે મધ્ય પ્રદેશમાં ચિત્તાનું આગમન! સ્વાગત!!
आखिरकार, मध्य प्रदेश में चीते का आगमन! 🐆🐆🇳🇦🇮🇳
स्वागत!! pic.twitter.com/xNaTgaHzXB
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) September 17, 2022
ચિનૂકમાં સવાર થઈ કૂના નેશનલ પાર્ક રવાના
નામીબિયાથી આવેલા આ 8 ચિત્તા ચિનૂક હેલિકોપ્ટરમાં ગ્વાલિયરથી રવાના થઈ ગયા છે. જલદી આ હેલિકોપ્ટર કૂના નેશનલ પાર્ક પહોંચશે. અહીં ચિત્તાને છૂટા મૂકવામાં આવશે.
#WATCH | Madhya Pradesh: Indian Air Force choppers carry the 8 Cheetahs - who were brought from Namibia this morning - to Kuno National Park from Gwalior Air Force Station. pic.twitter.com/0V4evVjxjk
— ANI (@ANI) September 17, 2022
બધાને ગર્વ હોવો જોઈએ
વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ટ્વીટ કરીને ભારતમાં ચિત્તા લાવવા બદલ સરકારની પ્રશંસા કરી છે. સંસ્થાએ લખ્યું છે કે દુનિયાની સૌથી વધુ ઓળખાતી બિલાડીઓમાંથી એક એવા ચિત્તા પોતાની ગતિ માટે જાણીતા છે. ભારતમાં સૌથી ઝડપથી દોડતા મેમલની મધ્ય પ્રદેશમાં વાપસી થઈ છે. સરકારના આ પ્રયત્ન પર આપણને બધાને ગર્વ હોવો જોઈએ.
The Cheetah, one of the world’s most-recognizable cats, is known for its speed. The lost sight of the fastest-running mammal of India is back in Madhya Pradesh. We all should be proud of this effort taken by Govt. of India. #IndiaWelcomesCheetah @PMOIndia @byadavbjp @moefcc pic.twitter.com/9vbV57tRQF
— Wildlife Institute of India (@wii_india) September 17, 2022
નામીબિયાથી 8 ચિત્તાને લઈને ગ્વાલિયર પહોંચ્યું ખાસ વિમાન
નામીબિયાથી 8 ચિત્તા ભારત આવી ગયા છે. જે ખાસ વિમાન દ્વારા આ ચિત્તાને લાવવામાં આવી રહ્યા હતા તે વિમાન ભારતની ધરતી પર ગ્વાલિયર એરપોર્ટ પર લેન્ડ થઈ ગયું છે. હવે તેમને અહીંથી હેલિકોપ્ટર માધ્યમથી કૂનો નેશનલ પાર્ક લઈ જવાશે.
#WATCH | The special chartered cargo flight, carrying 8 cheetahs from Namibia, landed at the Indian Air Force Station in Gwalior, Madhya Pradesh. pic.twitter.com/xFmWod7uG5
— ANI (@ANI) September 17, 2022
નામીબિયામાં ભારતના રાજદૂત પ્રશાંત અગ્રવાલે કહ્યું કે આ વાસ્તવમાં ખુબ જ ખાસ પળ છે. અત્રે જણાવવાનું કે આ ચિત્તામાંથી પાંચ માદા અને ત્રણ નર છે. તેમને નામીબિયાથી પ્રોજેક્ટ ચિત્તા હેઠળ ભારત લાવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે