Corona Virus ના સાઉથ આફ્રિકા અને બ્રાઝિલ સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી

સ્વાસ્થ્ય મંત્રાલયે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કેરલ અને મહારાષ્ટ્રમાં હજુ એક્ટિવ કેસની સંખ્યા વધુ છે. આ બે રાજ્યમાં દેશના કુલ 72 ટકા એક્ટિવ કેસ છે. તો કોરોનાના નવા બે સ્ટ્રેનની પણ દેશમાં એન્ટ્રી થઈ છે. 

Corona Virus ના સાઉથ આફ્રિકા અને બ્રાઝિલ સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી

નવી દિલ્હીઃ કોરોના વાયરસમાં યૂકે સ્ટ્રેન અને દક્ષિણ આફ્રિકી સ્ટ્રેન બાદ હવે બ્રાઝિલનો ડર સામે આવ્યો છે. IMCR ના ડાયરેક્ટર બલરામ ભાર્ગવે કહ્યુ કે, ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં SAS-Cov-2 ના બ્રાઝિલ સ્ટ્રેનની જાણકારી મળી છે. વેક્સિનની અસરકારકતાની જાણકારી માટે પ્રયોગ ચાલી રહ્યાં છે. આફ્રિકી અને બ્રાઝિલ સ્ટ્રેન યૂકે સ્ટ્રેન કરતા અલગ છે. 

કોરોના વિરુદ્ધ જંગ જારી છે અને તેના ખાત્મા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, આશરે 87 લાખથી વધુ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગોવા, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત 8રાજ્યોમાં પાત્ર સ્વાસ્થ્યકર્મીઓમાંથી 60 ટકાથી વધુ લોકોને બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. જ્યારે દિલ્હી અને કર્ણાટક રસીકરણને લઈને પાછળ રહેલા રાજ્યોમાં સામેલ છે. 

— ANI (@ANI) February 16, 2021

બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી
ચીન અને બ્રિટન બાદ હવે સાઉથ આફ્રિકા અને બ્રાઝિલ વાળા કોરોનાની પણ ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે, આફ્રિકાથી આવેલા ચાર લોકોમાં કોરોના વાયરસનો સાઉથ આફ્રિકી સ્ટ્રેન મળ્યો છે. જ્યારે બ્રાઝીલ સ્ટ્રેનની એન્ટ્રી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં થઈ ચુકી છે. ભાર્ગવે મંગળવારે જણાવ્યુ કે, બધા યાત્રીકોને ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે. 

ભાર્ગવે તે પણ કહ્યુ કે, યૂકે વાળા સ્ટ્રેનના અત્યાર સુધી દેશમાં 187 કેસ સામે આવ્યા છે. બધા કન્ફર્મ કેસોના સંક્રમિતોને ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે અને તેની સારવાર ચાલી રહી છે. તેના કોન્ટ્રાક્ટને આઇસોલેટ કરવામાં આવી ચુક્યા છે. પરંતુ પહેલાથી હાજર વેક્સિનમાં તેના બચાવની ક્ષમતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news