દિલ્હીઃ સોનિયા ગાંધીના પેટમાં ઇનફેક્શન, 24 કલાકથી હોસ્પિટલમાં દાખલ


હોસ્પિટલના ચેરમેન (બોર્ડ ઓફ મેનેજમેન્ટ) ડો. ડીએસ રાણાએ સોમવારે કહ્યું, સોનિયા ગાંધી 2 તારીખે હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેમના ટેસ્ટ ચાલી રહ્યાં છે. 
 

દિલ્હીઃ સોનિયા ગાંધીના પેટમાં ઇનફેક્શન, 24 કલાકથી હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હીઃ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીના પેટમાં ઇનફેક્શન છે. દિલ્હી સ્થિત સર ગંગારામ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના ચેરમેન (બોર્ડ ઓફ મેનેજમેન્ટ) ડો. ડીએસ રાણાએ સોમવારે કહ્યું, સોનિયા ગાંધી 2 તારીખે હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેમના ટેસ્ટ ચાલી રહ્યાં છે. તેમના પેટમાં ઇનફેક્શન છે જેની સારવાર કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, સોનિયા ગાંધીને રવિવારે સાંજે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. 

— ANI (@ANI) February 3, 2020

મહત્વનું છે કે, સોનિયા ગાંધીને અસ્થમાની પણ સમસ્યા રહી છે અને ઠંડી દરમિયાન તેમની સમસ્યા વધી જાય છે. ભૂતકાળમાં પણ તમણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેઓ ઘણીવાર ગંગારામ હોસ્પિટલમાં દાખલ થઈ ચુક્યા છે. તો વર્ષ 2011માં તેઓ સારવાર માટે અમેરિકા પણ જઈ ચુક્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news