Corona સંકટ પર બોલ્યા સોનિયા ગાંધી- સિસ્ટમ નહીં, મોદી સરકાર થઈ ફેલ

દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ પર કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં છે. કોંગ્રેસની ડિજિટલ બેઠકમાં તેમણે કહ્યું કે, કોરોનાનો સામનો કરવામાં સરકાર ફેલ રહી છે. 

Corona સંકટ પર બોલ્યા સોનિયા ગાંધી- સિસ્ટમ નહીં, મોદી સરકાર થઈ ફેલ

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ (sonia gandhi) મોદી સરકાર (modi government) પર કોરોના વાયરસ (corona crisis) મહામારીને લઈને પોતાની જવાબદારીથી પાછળ હટવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, હાલની સરકારે જનતાને નિરાશ કરી છે. આ દરમિયાન કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ બોલ્યા કે હાલની સ્થિતિ પર ચર્ચા માટે તત્કાલ એક સર્વદળીય બેઠક બોલાવવી જોઈએ. 

સોનિયા ગાંધીએ કહ્યું, કોવિડનું સંકટ 'સરકાર વિરુદ્ધ અમે' ની લડાઈ નથી, પરંતુ આપણે વિરુદ્ધ કોરોનાની છે. આપણે એક રાષ્ટ્ર તરીકે લડાઈ લડવી પડશે. મારૂ માનવું છે કે મોદી સરકારે કોરોનાની સ્થિતિને લઈને ઓલ પાર્ટી મીટિંગ બોલાવવી જોઈએ. 

સોનિયા ગાંધીએ કહ્યું- કોંગ્રેસની તે માંગ છે કે સંસદની સ્થાયી સમિતિની બેઠક પણ બોલાવવી જોઈએ જેથી મહામારીનો સારી રીતે સામનો કરવા માટે સામૂહિક કાર્યવાહી અને જવાબદારી નક્કી કરી શકાય. 

સ્વાસ્થ્ય સંબંધી સંસદની સ્થાયી સમિતિની બેઠક બોલાવવામાં આવે
કોરોનાની સ્થિતિ પર ચર્ચા માટે થયેલી કોંગ્રેસ સાંસદોની ડિજિટલ બેઠકમાં સોનિયા ગાંધીએ તે પણ કહ્યું કે, સ્વાસ્થ્ય સંબંી સંસદની સ્થાયી સમિતિની બેઠક બોલાવવી જોઈએ જેથી મહામારીનો સામનો કરવા માટે પગલા ભરવા અને જવાબદારી નક્કી કરી શકાય .

તેમણે કહ્યું, દેશ એક અભૂતપૂર્વ સ્થિતિનો સામનો કરી રહ્યું છે. હજારો લોકોના મોત થયા છે અને લાખો પલોકો પાયાની સ્વાસ્થ્ય સુવિધાઓ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. જે જોવું દુખદ છે કે લોકો હોસ્પિટલોમાં અને રસ્તાઓ પર પોતાના જીવન માટે સંઘર્ષ કરી રહ્યાં છે તથા કોઈ પ્રકારની સ્વાસ્થ્ય સુવિધા ઈચ્છે છે. 

તેમણે સવાલ કર્યો, મોદી સરકાર શું કરી રહી છે? લોકોની પીડા અને દર્દને ઓછુ કરવાની જગ્યાએ જનતા પ્રત્યે પોતાની જવાબદારી અને કર્તવ્યોથી દૂર ભાગી રહી 

સોનિયા ગાંધી પ્મરાણે સરકારના ખુદના વિશેષાધિકાર સમૂહ અને રાષ્ટ્રીય કાર્ય દળે મોદી સરકારને એલર્ટ કરી હતી કે કોરોનાની બીજી લહેર આવશે અને તે માટે તૈયારી કરવાનું કહ્યું હતું. 

મોદી સરકાર ફેલ
દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ પર કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષે કહ્યું કે, સિસ્ટમ ફેલ થઈ નથી કારણ કે ભારતની પાસે ઘણી તાકાત અને સંસાધન છે. સોનિયા ગાંધીએ કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં કહ્યું કે, મોદી સરકાર તે સંસાધનોને રચનાત્મક રૂપથી પ્રસારિત કરવામાં નિષ્ફળ રહી છે. 

સોનિયા ગાંધી બોલ્યા કે મોદી સરકારની ઉદાસીનતા અને અક્ષમતાથી રાષ્ટ્ર ડૂબી રહ્યું છે. તેમણે કહ્યું કે, આપણા માટે ખુદને ભેગા કરી અને પોતાના લોકોની સેવામાં ફરીથી સમર્પિત કરવાનો સમય છે. સોનિયાએ સરકારની ત્રુટિપૂર્ણ વેક્સિન નીતિ માટે શાસન વિશે કહ્યું કે, બજેટ 2021માં બધા માટે ફ્રી રસી માટે 35000 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. તેમ છતાં મોદી સરકારે ત્રીજા તબક્કામાં રસીની ખરીદી  માટે રાજ્ય સરકાર પર ભારે દબાવ રાખ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news