Sonali Phogat Case માં પોલીસને મળ્યો અત્યાર સુધીનો સૌથી મોટો પુરાવો!, હવે સત્ય સામે આવશે
Sonali Phogat Murder Case: સોનાલી ફોગાટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સોનાલી ફોગાટના ફાર્મ હાઉસથી ડીવીડી, લેપટોપ અને કેટલાક દસ્તાવેજો ચોરીને ભાગી જનારા ઓપરેટર શિવમને દબોચી લીધો છે. હાલ હરિયાણા પોલીસની એક ટીમ તેની પૂછપરછ કરી રહી છે. હવે સોનાલી ફોગાટની હત્યાનું રહસ્ય ખુલે તેવી આશા સેવાઈ રહી છે. આરોપ છે કે શિવમ સોનાલીની હત્યા બાદ સવારે ફાર્મમાં લાગેલા 12 સીસીટીવી કેમેરાની ડીવીડી લઈને ભાગી ગયો હતો.
Trending Photos
Sonali Phogat Murder Case: અભિનેત્રી અને ભાજપની નેતા સોનાલી ફોગાટ હત્યા કેસમાં મોટા અપડેટ આવ્યા છે. હરિયાણા પોલીસે સોનાલી ફોગાટના ફાર્મ હાઉસથી ડીવીડી, લેપટોપ અને કેટલાક દસ્તાવેજો ચોરીને ભાગી જનારા ઓપરેટર શિવમને દબોચી લીધો છે. હાલ હરિયાણા પોલીસની એક ટીમ તેની પૂછપરછ કરી રહી છે. હવે સોનાલી ફોગાટની હત્યાનું રહસ્ય ખુલે તેવી આશા સેવાઈ રહી છે. આરોપ છે કે શિવમ સોનાલીની હત્યા બાદ સવારે ફાર્મમાં લાગેલા 12 સીસીટીવી કેમેરાની ડીવીડી લઈને ભાગી ગયો હતો. છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ શિવમની શોધમાં હરિયાણા અને દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડી રહી હતી.
શું 100 કરોડ માટે મર્ડર થયું?
અત્રે જણાવવાનું કે સોનાલી ફોગાટ 100 કરોડથી વધુની સંપત્તિની માલિકણ હતી. પરિવારનો આરોપ છે કે આ સંપત્તિને હડપવા માટે જ આરોપી સુધીર સાંગવાને પહેલા સોનાલી ફોગાટને પરિવારથી દૂર કરી અને પછી તેની હત્યાનું ષડયંત્ર રચ્યું. પરિવારને શક છે કે સોનાલી ફોગાટના મોતના ગણતરીના કલાકો બાદ શિવમ નામના વ્યક્તિએ ફાર્મ હાઉસથી પુરાવા નષ્ટ કરી નાખ્યા. શિવમ ડીવીઆર, લેપટોપ અને મોબાઈલ લઈને ત્યાંથી ભાગી ગયો. વાત જાણે એમ છે કે સોનાલીના પીએ સુધીર સાંગવાને જ શિવમને ફાર્મ હાઉસ સ્થિત ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે રાખ્યો હતો.
સોનાલીની મેડિકલ હિસ્ટ્રી પણ ફંફોળી રહી છે પોલીસ
આ બધા વચ્ચે ગોવા પોલીસ સોનાલીની મેડિકલ હિસ્ટ્રી પણ ફંફોળી રહી છે. પોલીસ પાસે એવા અનેક સવાલ છે જેનો જવાબ શોધવો પોલીસ માટે ખુબ જરૂરી બની ગયો છે. જો કે ગોવાના મુખ્યમંત્રી પણ સોનાલી મર્ડર કેસ પર નજર રાખી રહ્યા છે. ગોવાથી CFSL માટે સેમ્પલ ચંડીગઢ મોકલાઈ રહ્યા છે. જ્યારે ગોવા પોલીસ હિસાર, ગુડગાવ, આદમપુર અને રોહતકમાં જઈને ઈન્વેસ્ટિગેશનને આગળ વધારી રહી છે. જો કે સોનાલીની પુત્રી વારંવાર સીબીઆઈ તપાસની માંગણી પણ કરી રહી છે.
ગોવા પોલીસ હરિયાણા આવીને સુખવિંદર અંગે પણ જાણકારી મેળવવા માંગે છે. ગુરુગ્રામના ફ્લેટ ઉપર પણ ગોવા પોલીસની તપાસની સોઈ ઘૂમી શકે છે. આ જ ફ્લેટમાં ગોવા જતા પહેલા સોનાલી અને સુધીર એક દિવસ માટે રોકાયા હતા. ગોવા પોલીસ હાલ હિસાર પહોંચી ગઈ છે. ગોવા પોલીસ સોનાલીના ઘર અને ફાર્મ હાઉસ પર તપાસ માટે જશે. આ ટીમમાં 5 અધિકારીઓ છે. આ ટીમ પહેલા હિસારમાં પુરાવા ભેગા કરશે. ત્યારબાદ બીજા ફાર્મ હાઉસ ગુરુગ્રામ જશે. ગોવા પોલીસની એક ટીમ ગઈ કાલે ગોવાથી નીકળી હતી. ટીમ સોનાલીના પીએ સુધીર સાંગવાન અને તેમના સાથી સુખવિંદર અંગે જાણકારીઓ મેળવવા માટે ટીમ હિસાર પહોંચી ગઈ છે. આ સાથે જ હત્યા સંબંધિત પુરાવા પણ ગોવા પોલીસની ટીમ ભેગા કરશે.
સોનાલી હત્યાકાંડમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ થઈ છે. સોનાલી ફોગાટના પીએ સુધીર સાંગવાન, તેમનો મિત્ર સુખવિંદર, કર્લીઝ ક્લબનો માલિક એડવિન નુનેસ, ડ્રગ પેડ્લર દત્ત પ્રસાદ ગાંવકર, ડ્રગ તસ્કર રામા માંડ્રેકર અને હવે શિવમને પણ અટકાયતમાં લેવાયો છે.
એવું કહેવાય છે કે શિવમ સુધીર સાંગવાનની ખુબ જ નજીક હતો. તે હિસારમાં સોનાલીના ફાર્મ હાઉસમાં રહેતો હતો. સોનાલીના મોતના બીજા જ દિવસે સાંગવાને શિવમને ફોન કરીને ફાર્મ હાઉસથી લેપટોપ, ડીવીઆર અને કેટલાક જરૂરી કાગળ ગાયબ કરવાનું કહ્યું હતું. જે કરીને શિવમ ત્યાંથી ભાગી ગયો. હવે સવાલ એ છે કે આખરે લેપટોપ અને ડીવીઆરમાં એવું તે શું હતું કે જેને સાંગવાને સોનાલીના મોત બાદ ફાર્મ હાઉસથી હટાવી દીધું? જેના જવાબ માટે શિવમની હાલ પૂછપરછ ચાલુ છે. સોનાલીના પરિવારનો આરોપ છે કે પૂરેપૂરા પ્લાનિંગ હેઠળ સોનાલીને ગોવા લઈ જવાઈ, જ્યારે પરિવારને જાણકારી અપાઈ કે સોનાલી ચંડીગઢ જઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે