જે કામ સરકાર ના કરી શકી, એક પુત્રએ તેના પિતાની યાદમાં કર્યું

જે કામ સરકાર ના કરી શકી, એક પુત્રએ તેના પિતાની યાદમાં કર્યું

જ્યારે દેશમાં ચૂંટણીનો સમય આવે છે ત્યારે સામાન્ય જનતાની બધી સમસ્યા અને મુદ્દા જેવા કે વિજળી, પાણી અને રસ્તા પર આવીને અટકી જાય છે. શહેર, નગર અને ગામના વિકાસમાં આ ત્રણેય આધારભૂત જરૂરીયાત છે. જોકે, ચૂંટણી સમયે આપેલા વચનોનું શું થાય છે તે જણાવવાની જરૂર નથી. આ વાત આસામના ડિબ્રુગઢમાં બૌઇરગિમોથની છે. અહીંયા એક વર્લ્ડ લેવલના રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રસ્તાનું નિર્માણ રાજ્ય કે કેન્દ્ર સરકારે કર્યું નથી, પંરતુ એક પુત્રએ તેના પિતાની યાદમાં તૈયાર કરાયો છે.

આ રસ્તાનું નામ હેરમ્બા બારદોલોઇના નામ પર છે. હેરમ્બા એક સામાજિક કાર્યકર્તા હતા અને તેઓ ગૌતમ બારદોલોઇના પિતા છે. આ રસ્તાને વર્લ્ડ ક્લાસ એટલા માટે પણ કહેવામાં આવે છે કે ના માત્ર તેની સુંદરતા અને નિર્માણની ક્વોલિટી જોરદાર છે, પરંતુ રસ્તા પર સોલર સ્ટ્રીટ લાઇટ, સારી ડ્રેનેડ સિસ્ટમ અને રસ્તાની સુંદરતા વધારવા માટે બંને બાજુએ છોડ પણ લાગડવામાં આવ્યા છે.

એક જાણીતી ન્યુઝ એજન્સી ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા સ્થાનિક લોકોએ કહ્યું કે, આ ક્યારેક કાચ્ચો રસ્તો હતો. ચોમાસાની ઋતુમાં ઘુંટણ સુધી પાણી ભરાઇ જવું એક સામાન્ય વાત હતી. આ કોલોનીમાં હજારો લોકો રહે છે. ગૌતમના પિતા હેરમ્બાએ આ વિસ્તારની ખુબ જ સેવા કરી છે. વર્ષ 2008માં આ શેરીને ગૌતમના પિતા હેરમ્બા બારદોલોઇનું નામ આપવામાં આવ્યું અને તે વર્ષે જ તેમનું નિધન થયુ હતું.

ગૌતમે જણાવ્યું કે, જ્યારે ડિબ્રુગઢ નગર પાલિકાએ આ રસ્તાનું નામ મારા પિતાના નામ પર રાખ્યું તો હું ખુબજ ગર્વ અનુભવું છું. પરંતુ રસ્તાની હાલત ખુબ ખરાબ હતી. મારા પિતા હમેશા લોકોની સુવિધા અને ભલાઇનો ખ્યાલ રાખતા હતા. તેમના નિધન પછી મે આ રસ્તાની કાયપલટ કરવાનો નિર્ણય કર્યો હતો.

ગૌતમે રસ્તાનું પુનનિર્માણ કાર્ય વર્ષ 2013માં શરૂ કર્યું હતું. તે દરમિયાન કામકાજના સિલસિલામાં હોંગકોંગ પણ ગયા હતા. તેને કેટલાક સ્થાનિક છોકરાઓને ભેગા કર્યા અને રસ્તાને લગભગ દોઢ ફૂટ સુધી ઉંચો કરવા માટે રસ્તાને પૂરવાનું શરૂ કર્યું હતું. બાદમાં વ્યક્તિગત ઘરોના દરવાજાની પાસે પીવીસી પાવર બ્લોકનો પણ ઉપયોગ કર્યો.

રસ્તો બનાવવા માટે સૌથી મોટી સમસ્યા ડ્રેનેજ સિસ્ટમની હતી. ચોમાસામાં પાણી ભરાઇ જવાની સમસ્યાથી છુટકારો મેળવવો સૌથી જરૂરી હતો. માટે ઘણા રિસર્ચ બાદ સારી ડ્રેનેજ સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ રસ્તાને બંને તરફ બગીચો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. કેટલા સ્થાનિક છોકરાઓએ રસ્તાને કલર કામ કરવામાં મદદ પણ કરી હતી.

રસ્તો બનાવવાના ખર્ચનો કોઇ હિસાબ રાખવામાં આવ્યો નથી પરંતુ અંદાજે તેમાં 13 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. રસ્તાના નિર્માણથી લઇને તેની સુંદરતા અને સોલર લાઇટ વગેરે કામ પુરૂ કરવા માટે 5 વર્ષનો સમય લાગ્યો છે. ગૌતમે કહ્યું કે, જ્યારે લોકોને જાણવા મળે છે કે આ રસ્તો બનાવવાનો સંપૂર્ણ ખર્ચ મારો છે તો તેઓ ચોંકી ઉઠે છે. પંરતુ હું માત્ર એટલું જ કહેવા ઇચ્છું છું કે જ્યારે મારા પિતાએ તેમનું સંપૂર્ણ જીવન સામાજિક સેવાને સમર્પિત કર્યું, તો તેમના માટે હું આટલું તો કરી જ શકું છું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news