21 જૂને કંઈક અપશુકનિયાળ થવાનું છે? ચૂડામણી સૂર્યગ્રહણ સમયે જ્યોતિષીઓએ આપ્યા આ સંકેત...

વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ 21 જૂનના રોજ થવાનું છે. અધ્યાત્મ વિજ્ઞાનના હિસાબથી સૂર્યગ્રહણ (Solar Eclipse 2020) નો પ્રભાવ માનવ, જીવ-જંતુ, વનસ્પતિ, નદી, સાગર તમામ પર પડે છે. જ્યોતિષના અનુસાર, તમારા જીવન પર આ સૂર્યગ્રહણની શું અસર પડશે, તે જાણી લેવું જરૂરી છે. જયપુરના જ્યોતિષાચાર્ચ સુધાકર પુરોહિતનું માનવુ છે કે, આ સૂર્યગ્રહણ એવું છે, જેનાથી ડરવુ જોઈએ.

21 જૂને કંઈક અપશુકનિયાળ થવાનું છે? ચૂડામણી સૂર્યગ્રહણ સમયે જ્યોતિષીઓએ આપ્યા આ સંકેત...

ઝી મીડિયા /બ્યૂરો :વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ 21 જૂનના રોજ થવાનું છે. અધ્યાત્મ વિજ્ઞાનના હિસાબથી સૂર્યગ્રહણ (Solar Eclipse 2020) નો પ્રભાવ માનવ, જીવ-જંતુ, વનસ્પતિ, નદી, સાગર તમામ પર પડે છે. જ્યોતિષના અનુસાર, તમારા જીવન પર આ સૂર્યગ્રહણની શું અસર પડશે, તે જાણી લેવું જરૂરી છે. જયપુરના જ્યોતિષાચાર્ચ સુધાકર પુરોહિતનું માનવુ છે કે, આ સૂર્યગ્રહણ એવું છે, જેનાથી ડરવુ જોઈએ.

સુધાકર પુરોહિતે જણાવ્યું કે, 21 જૂનના રોજ કંકણ સૂર્યગ્રહણ (Rings of Fire Eclipse) છે. આ ગ્રહણ આકશીય ઘટનાઓમાં સૌથી વિલક્ષણ અને દુર્લભ ઘટના માનવામાં આવે છે. ગ્રહણમાં પણ સૂર્યગ્રહણનો પ્રભાવ વધુ ઊંડો છે. વૈદિક કાળથી એવી માન્યતા રહી છે કે, સૂર્યગ્રહણ પૃથ્વીવાસીઓ માટે કોઈ ચેતવણીના સંકેત છે. જોકે, આજના વિજ્ઞાન આ પર પૂર્ણ રીતે સહમત નથી. પરંતુ અનેક વૈજ્ઞાનિકો આ તથ્યનો સ્વીકાર કરી લીધો છે કે, ગ્રહણની આસપાસ એવી પ્રાકૃતિક ઘટનાઓ વધુ ઘટે છે. જેનાથી જીવજંતુ, માનવમાં ભય વ્યાપે છે. 21 જૂન, 2020ના રોજ કંકણાકૃતિ સૂર્યગ્રહણ આવશે, જેને ચૂડામણી કહેવાય છે. આ ગ્રહણ ભારતીય સ્ટાન્ડર્ડ સમય અનુસાર, સવાર 9.16 વાગ્યે બપોરે 3.04 વાગ્યે શરૂ થશે. તો સવારે 9.55 કલાકથી બપોરે 2.35 કલાક સુધી અલગ અલગ ભાગોમાં જોવા મળશે. આ ગ્રહણની કંકણાકૃતિ રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડના ઉત્તરી ભાગ તથા પંજાબના દક્ષિણી ભાગના કેટલાક ભાગોમાં જોવા મળશે. ભારતના 23 રાજ્યોમાં આ ગ્રહણ ખંડગ્રાસના રૂપમાં જોવા મળશે. ભારત ઉપરાંત ગ્રહણ આફ્રિકા, પૂર્વી-દક્ષિણી યુરોપ, ઉત્તરી ઓસ્ટ્રેલિયા તેમજ મધ્ય-પૂર્વી એશિયા સહિતના દેશોમાં જોવા મળશે.  

આવતીકાલે રાજ્યસભાની ચૂંટણી : એક ધારાસભ્યના આમતેમ થવાથી કોઈની પણ જીત અને હાર થઈ શકે છે

સુધાકર પુરોહિતે જણાવ્યું કે, આ દિવસે બે અપશુકનિયાળ થશે. પહેલું એ કે, ગ્રહણ અયન પરિવર્સનતના દિવસે આવે છે, જ્યારે સૂર્યનો દક્ષિણાયન પ્રારંભ થવા જઈ રહ્યો છે. એટલે કે સૂર્યદેવ સાંજે કર્ક રાશિમાં પ્રવેશ કરતા જ ગ્રહણનો યોગ બનાવશે. આ ઘટના એક ચેતવણી જેવી છે. બીજો અપશુકનિયાળ ધર્મ અને આસ્થા સાથે જોડાયેલ છે. જ્યારે સૂર્યદેવ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે, તો પૃથ્વી રાજસ્વલા થાય છે અને કામાખ્યા શક્તિપીઠ, ગુવાહાટીમાં ત્રણ દિવસીય અમ્બુવાસી ઉત્સવ પ્રારંભ થાય છે. 21 જૂનના રોજ રાત્રે 11.28 વાગ્યે સૂર્યદેવ ગર્હણ મોક્ષમાં આદ્ર નક્ષત્રમાં પ્રવેશ કરશે. આવી ઘટનાઓ દુર્લભ સંયોગ સૂર્યગ્રહણની સાથે બહુ જ ઓછું જોવા મળે છે. આ સંયોગ પહેલેથી જ કોવિડ 19 વૈશ્વિક મહામારીથી ત્રસ્ત માનવજાતિ માટે વધુ શુભ ન કહી શકાય.

વ્યક્તિગત રીતે જોઈએ તો, આ સૂર્યગ્રહણ મૃગશિરા નક્ષત્ર અને મિથુન રાશિમાં થશે. મિથુન રાશિની સાથે સાથે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિવાળાઓને પણ તકલીફોનો સામનો કરવો પડી શકે છે. આ રાશિઓએ સાવધાની રાખવાની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news