સ્મૃતિ ઈરાનીથી લઈ અનુરાગ ઠાકુર સુધીના આ દિગ્ગજો મંત્રી મંડળમાંથી ગુમ! શું ફરી મોકો મળશે?

Modi Oath Ceremony: પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના છેલ્લા કાર્યકાળમાં તેમની ટીમમાં ઘણા એવા ચહેરાઓનો સમાવેશ થાય છે જેમને આ વખતે શપથગ્રહણ માટે ફોન આવ્યો નથી. જો કે આ વખતે મોદી કેબિનેટમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે.

સ્મૃતિ ઈરાનીથી લઈ અનુરાગ ઠાકુર સુધીના આ દિગ્ગજો મંત્રી મંડળમાંથી ગુમ! શું ફરી મોકો મળશે?

Modi Oath Ceremony: મોદી સરકાર 3.0 ના શપથ ગ્રહણની તૈયારીઓ દિલ્હીમાં પૂરજોશમાં ચાલી રહી છે. તે દરમિયાન દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. જે સાંસદો સુધી ફોન પહોંચ્યો છે તેઓ ખુશીથી શપથ ગ્રહણ સમારોહની તૈયારી કરી રહ્યા છે. પરંતુ ફોન ન આવતા વરિષ્ઠ સાંસદોને લઈને શંકાઓની સ્થિતિ બનેલી છે.

એવામાં બીજેપીના 20 દિગ્ગજોના નામ સામે આવ્યા છે, જેમણે મોદી સરકાર 2.0માં ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારીઓ આપવામાં આવી હતી, પરંતુ આ વખતે તેમના નામ યાદીમાંથી ગાયબ છે. અત્યાર સુધી ન તો તેમને ફોન આવ્યો છે કે ન તો તેઓ પીએમ આવાસ પર યોજાયેલી મીટિંગમાં સામેલ થયા છે. જો કે આમાં ઘણા એવા નામ છે જેઓ ચૂંટણી જીતી શક્યા નથી.

યાદીમાં સામેલ છે આ 20 નેતાઓ
1. અજય ભટ્ટ
2. સાધ્વી નિરંજન જ્યોતિ
3. મીનાક્ષી લેખી
4. રાજકુમાર રંજન સિંહ
5. જનરલ વીકે સિંહ
6. આરકે સિંહ
7. અર્જુન મુંડા
8. સ્મૃતિ ઈરાની
9. અનુરાગ ઠાકુર
10. રાજીવ ચંદ્રશેખર
11. નિશીથ પ્રામાણિક
12. અજય મિશ્રા ટેની
13. સુભાષ સરકાર
14. જ્હોન બાર્લા
15. ભારતી પંવાર
16. અશ્વિની ચૌબે
17. રાવસાહેબ દાનવે
18. કપિલ પાટીલ
19. નારાયણ રાણે
20. ભાગવત કરાડ

મીટિંગમાં પીએમ આવાસ પહોંચ્યા આ 22 સાંસદ
શપથગ્રહણ પહેલા પ્રધાનમંત્રી આવાસ પર પહોંચેલા લોકોમાં 22 સાંસદો પણ સામેલ હતા. જેમાં 1. સર્બાનંદ સોનોવાલ, 2. ચિરાગ પાસવાન, 3. અન્નપૂર્ણા દેવી, 4. મનોહર લાલ ખટ્ટર, 5. શિવરાજ સિંહ ચૌહાણ, 6. ભગીરથ ચૌધરી, 7. કિરેન રિજિજુ, 8. જિતિન પ્રસાદ, 9. એચડી કુમારસ્વામી, 10. જ્યોતિરાદિત્ય સિંધિયા, 11. નિર્મલા સીતારમણ, 12. રવનીત બિટ્ટુ, 13. અજય તમટા, 14. રાવ ઈન્દ્રજીત સિંહ, 15. નિત્યાનંદ રાય, 16. જીતન રામ માંઝી, 17. ધર્મેન્દ્ર પ્રધાન, 18. ગજેન્દ્ર સિંહ શેખાવત, 19. હર્ષ મલ્હોત્રા, 20. એસ જયશંકર, 21. સીઆર પાટીલ, 22. કૃષ્ણપાલ ગુર્જર સામેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news