Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 48 હજારથી વધુ કેસ, કુલ આંકડો 15 લાખને પાર

કોરોના વાયરસના કેસ દેશમાં વધી રહ્યાં છે. જો કે હવે દેશમાં ટેસ્ટિંગનું પ્રમાણ પણ ખુબ વધી ગયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 48,513 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 768 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ15,31,669 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 34,193 લોકોના મૃત્યુ થયા છે. 

Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 48 હજારથી વધુ કેસ, કુલ આંકડો 15 લાખને પાર

નવી દિલ્હી: કોરોના વાયરસના કેસ દેશમાં વધી રહ્યાં છે. જો કે હવે દેશમાં ટેસ્ટિંગનું પ્રમાણ પણ ખુબ વધી ગયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 48,513 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 768 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ15,31,669 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 34,193 લોકોના મૃત્યુ થયા છે. 

— Press Trust of India (@PTI_News) July 29, 2020

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ દેશમાં ગઈ કાલે 4,08,855 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું. જેમાંથી 48 હજાર જેટલા નમૂના કોરોના પોઝિટિવ નીકળ્યાં. આ સાથે જ અત્યાર સુધીમાં દેશમાં 1,77,43,740 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે.

દેશમાં કોરોનાના કેસ વધીને 15 લાખ પાર ગયા છે. પરંતુ આ સાથે રાહતની વાત એ મળી રહી છે કે રિકવરી રેટ વધી રહ્યો છે. હાલ દેશમાં કોરોનાથી રિકવરીનો રેટ 64 ટકાથી વધુ છે.  

— ANI (@ANI) July 29, 2020

આ બાજુ મણિપુરમાં કોરોના વાયરસથી પહેલું મૃત્યુ નોંધાયું છે. ઈન્ફાલના રિઝિઓનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં એક દર્દીએ દમ તોડ્યો. તેને કો-મોર્બિટી પણ હતું. પશ્ચિમ બંગાળમાં 31 ઓગસ્ટ સુધી સાપ્તાહિક લોકડાઉનને વધારવામાં આવ્યું છે. આવામાં કોલકાતા આવતા જતા લોકોના આઈકાર્ડ ચેક થઈ રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news