Punjab: સિદ્ધુ vs ચન્ની? કોંગ્રેસે મુખ્યમંત્રી ઉમેદવાર મુદ્દે લીધો મોટો નિર્ણય

પંજાબના રાજકીય વર્તુળોમાં તે વાતની ચર્ચા છે કે આ લડાઈ આગામી વર્ષે પંજાબમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં સીએમ પદના ચહેરાને લઈને થઈ રહી છે. 

Punjab: સિદ્ધુ vs ચન્ની? કોંગ્રેસે મુખ્યમંત્રી ઉમેદવાર મુદ્દે લીધો મોટો નિર્ણય

ચંદીગઢઃ કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસે પંજાબમાં સરકાર ચલાવવાની જવાબદારી એક દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીને સોંપી હતી. પ્રદેશમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને જોતા પાર્ટીએ આ નિર્ણય કર્યો હતો. ત્યારબાદ લાગ્યું કે પાર્ટીમાં બધુ બરાબર થઈ જશે. પરંતુ પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુના તેવર આજે પણ એવા છે, જેવા કેપ્ટન વિરુદ્ધ હતા. સિદ્ધુ નામ લીધા વગર ચન્ની પર નિશાન સાધવાની એકપણ તક ગુમાવતા નથી. 

પંજાબના રાજકીય વર્તુળોમાં તે વાતની ચર્ચા છે કે આ લડાઈ આગામી વર્ષે પંજાબમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં સીએમ પદના ચહેરાને લઈને થઈ રહી છે. કોંગ્રેસને પંજાબમાં કેપ્ટન બાદ એક લોકપ્રિય ચહેરાની જરૂર તો છે સાથે દલિતોની મોટી વોટ બેન્ક પર પણ પાર્ટીની નજર છે. 

આ વચ્ચે ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી કહ્યું કે, કોંગ્રેસ પંજાબમાં કોઈને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે નહીં અને સામૂહિક નેતૃત્વમાં આગામી વિધાનસભાની ચૂંટણી લડશે. તેનો સ્પષ્ટ અર્થ છે કે પાર્ટીને સિદ્ધુ અને ચન્ની વચ્ચે ચાલી રહેલી લડાઈનો ડર છે. તેથી પાર્ટી ચૂંટણી સુધી બંને નેતાઓને સાથે રાખવા ઈચ્છે છે. 

— ANI (@ANI) December 24, 2021

સિદ્ધુની જિદથી બન્યો નિયમ, ચન્નીને પણ લાગશે ઝટકો
એક પરિવાર એક ટિકિટ નિયમ લાગૂ થતાં પ્રથમ ઝટકો રાજ્યના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને લાગવાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે તે તેમના ભાઈ ડો. મનોહર સિંહ બસ્સીને પઠાનાથી ચૂંટણીમાં ઉતારવાની તૈયારી કરી રહ્યા હતા. આ સિવાય ધારાસભ્ય રાણા ગુરજીત પોતાના પુત્રને સુલ્તાનપુર લોધી સીટથી ઉતારવા ઈચ્છતા હતા. એટલું જ નહીં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ પ્રતાપ સિંહ બાજવા પણ પોતાના ભાઈ માટે સીટ શોધી રહ્યા હતા. અન્ય નેતા રાજિંદર કૌર ભટ્ટલ અને બ્રમ મોહિન્દ્રા પણ પોતાના પુત્રોને ચૂંટણી લડાવવાની તૈયારી કરી રહ્યા હતા. 

સિદ્ધુએ પાર્ટીની અંદર પોતાના વિરોધીઓ પર પરોક્ષ હુમલા કરતા રવિવારે નામ લીધા વગર કહ્યુ કે, તેમણે પહેલા બે પૂર્વ મુખ્યમંત્રીઓના ષડયંત્રનો સામનો કર્યો અને હવે એક અન્ય તેમના વિરુદ્ધ ષડયંત્ર રચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સિદ્ધુએ પોતાના સમર્થકોની નારેબાજી વચ્ચે કહ્યુ- ઘણા એવા છે જે મારા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. ભૂતકાળમાં બે મુખ્યમંત્રીઓએ મને ખતમ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે સત્તા ગુમાવી દીધી. હવે બીજો તે કરી રહ્યો છે. પરંતુ તે પણ ગાયબ થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news