ઉભાઉભા પાણી પીવાની આદત હોય તો તાત્કાલિક બદલો કારણ કે...

ઉભા રહીને પાણી પીવાની આદત સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે

ઉભાઉભા પાણી પીવાની આદત હોય તો તાત્કાલિક બદલો કારણ કે...

નવી દિલ્હી : શરીરને સ્વસ્થ અને ફિટ રાખવામાં પાણીનો મહત્વનો રોલ છે. માનવ શરીરમાં પાણીનું પ્રમાણ 50-60 ટકા હોય છે. પાણી શરીરના અંગોની રક્ષા કરવા માટે જરૂરી છે. એ શરીરના કોષો સુધી પોષક તત્વ અને ઓક્સિજન પહોંચાડવાનું પણ કામ કરે છે. સારા સ્વાસ્થ્ય માટે પુરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. જોકે દિવસમાં આઠ ગ્લાસ પાણી પીવું જરૂરી નથી પણ એ યોગ્ય રીતે પીવાય એ પણ જરૂરી છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો ઉભા રહીને પાણી પીવે છે પણ આવી આદત શરીરને ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. 

આયુર્વેદ પ્રમાણે જ્યારે આપણે ઉભા રહીને પાણી પીએ છીએ ત્યારે પેટ પર વધારે દબાણ પડે છે કારણ કે ઉભા રહીને પાણી પીવાથી પાણી સીધું ઇસોફેગસ મારફતે પ્રેશર સાથે પેટ સુધી પહોંચે છે. આનાથી પેટ અને પેટની આસપાસની જગ્યા અને પાચનતંત્રને નુકસાન પહોંચે છે. આ સિવાય ઉભાઉભા પાણી પીવાથી શરીરને પાણીથી થતો કોઈ ફાયદો નહીં થાય. 

ઉભા રહીને પાણી પીવાથી પાણી પ્રેશર સાથે પેટમાં જાય છે અને તમામ અશુદ્ધિ બ્લેડરમાં જમા થઈ જાય છે. આના કારણે કિડનીને ગંભીર નુકસાન પહોંચે છે. પાણીના પ્રેશરથી શરીરની તમામ બાયોલોજિકલ સિસ્ટમ પર પ્રભાવ પડે છે. આના કારણે સાંધાની સમસ્યા ઉભી થઈ જાય છે. ઉભાઉભા પાણી પીવાથી ફેફસાં પર પણ ખરાબ અસર પડે છે કારણ કે આના કારણે અન્નનળી અને શ્વાસનળીમાં ઓક્સિજનનો સપ્લાય રોકાઈ જાય છે. જો કોઈ વ્યક્તિ હંમેશા ઉભાઉભા પાણી પીતી હોય તો એ વ્યક્તિને ફેફસાંની સાથેસાથે દિલને લગતી બીમારી થવાની પણ સંભાવના રહે છે. 

આપણે જ્યારે બેસીને પાણી પીએ છીએ ત્યારે સ્નાયુઓ અને નર્વસ સિસ્ટમ રિલેક્સ રહે છે અને ભોજન પણ બહુ જલ્દી પચી જાય છે. આ કારણોસર હંમેશા બેસીને જ પાણી પીવાનો પ્રયાસ કરવો જોઈએ. આના કારણે પાણીનો ફ્લો ધીમો રહેશે અને શરીરને જરૂરી પોષકતત્વો મળી રહે છે. ઉભાઉભા પાણી પીવાથી તરસ ક્યારેય નથી બુઝાતી કારણ કે પાણી પીધા પછી ફરી તરસ લાગવા માંડે છે. આ કારણે બેસીને જ પાણી પીવું હિતાવહ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news