સુષ્માએ UNમાં કહ્યું, ‘પાકિસ્તાને આતંકવાદ ફેલાવવામાં મહારથ મેળવી છે’

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે શનિવારે સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વના નેતાઓની સામે પાકિસ્તાનની પોલ ખુલ્લી પાડી હતી. તેમણે પાકિસ્તાન દ્વારા ત્યાં વ્યાપક રૂપમાં આતંકવાદને આપવામાં આવી રહેલી શરણ અને આતંકી હેડ હાફિસ સઈદ પર કોઈ કાર્યવાહી ન કરવાના મામલે લઈને પાકિસ્તાનની આકરા શબ્દોમાં આલોચના કરી છે.

સુષ્માએ  UNમાં કહ્યું, ‘પાકિસ્તાને આતંકવાદ ફેલાવવામાં મહારથ મેળવી છે’

નવી દિલ્હી : વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે શનિવારે સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વના નેતાઓની સામે પાકિસ્તાનની પોલ ખુલ્લી પાડી હતી. તેમણે પાકિસ્તાન દ્વારા ત્યાં વ્યાપક રૂપમાં આતંકવાદને આપવામાં આવી રહેલી શરણ અને આતંકી હેડ હાફિસ સઈદ પર કોઈ કાર્યવાહી ન કરવાના મામલે લઈને પાકિસ્તાનની આકરા શબ્દોમાં આલોચના કરી છે. તેમજ તેને વૈશ્વિક સ્તર પર અરીસો બતાવ્યો છે. 

સુષ્મા સ્વરાજે કહ્યું કે, ન્યૂયોર્કમાં 9/11 આતંકવાદી હુમલાના હત્યારાઓને સજા મળવી જોઈએ, પરંતુ મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફીસ સઈદ હજી પણ પાકિસ્તાનના રસ્તાઓ પર ખુલ્લેઆમ ફરી રહ્યો છે. તે ઈલેક્શન પણ લડી રહ્યો છે અને તેની વિરુદ્ઘ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી રહી.

સુષ્મા સ્વરાજે હિન્દીમાં આપેલ પોતાના ભાષણમાં વૈશ્વિક નેતાઓને કહ્યું કે, પાકિસ્તાનની બે મોઢે થતી વાતો આ વાતનું જીવંત ઉદાહરણ છે કે, 9/11 આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેનને દેશમાં સુરક્ષિત આસરો આપ્યો હતો. તેમજ આ આતંકવાદીને અમેરિકાની વિશેષ ફોર્સ દ્વારા મારવામાં આવ્યો તેમ છતાં પાકિસ્તાને એવો વ્યવહાર કર્યો જાણે કંઈ થયું જ નથી.

તેમણે કહ્યું કે, આટલુ બધુ થવા છતા પાકિસ્તાનના આતંકવાદીઓએ 2 જાન્યુઆરીના રોજ પઠાણકોટમાં અમારી વાયુસેનાના અડ્ડા પર હુમલો કર્યો હતો. કૃપયા મને જણાવો કે, આતંકવાદી રક્તપાત વચ્ચે અમે કેવી રીતે વાર્તા કરી શકીએ છીએ.

તેમણે કહ્યું કે, આતંકવાદનો દાનવ આખા વિશ્વની પાછળ લાગેલે છો. ક્યાંક તેની ગતિ તેજ છે, તો ક્યાંક ધીમી. પરંતુ આ બધી જ જગ્યાએ જીવનો તો ખતરો છે જ. તેમણે કહ્યું કે, અમારા મામલામાં આતંકવાદ દૂરના વિસ્તારોમાં ક્યાંય પેદા નથી થઈ રહ્યો, પરંતુ અમારી પશ્ચિમ સીમાની પારથી પેદા થઈ રહ્યો છે. અમારા પાડોશીની વિશેષતા માત્ર આતંકવાદના આધારને વધારવા સુધી સિમિત નથી, પરંતુ બે મોઢે વાત કરીને દ્વેષભાવ છુપાવવામાં પણ તેમણે મહારત મેળવી છે.

તેમણે કહ્યું કે, પાકિસ્તાનની આતંકવાદ પ્રતિ રાજ્યની નીતિ તરફ પ્રતિબદ્ધતા એક અંશ પણ ઓછી થઈ નથી. ન તો પાંખડ પરનો તેમનો ભરોસો ઓછો થયો છે. તેથી થયું એમ છે કે, વિશ્વ હવે ઈસ્લામબાદ પર વિશ્વાસ કરવા માટે તૈયાર નથી. સુષ્મા સ્વરાજે આ સંબંધે ફાઈનાન્શિયલ કાર્યવાહી કાર્યબળ (એફએટીએફ)નો ઉલ્લોખ કર્યો, જેણે પાકિસ્તાનને આતંકવાદી ફંડીંગને લઈને ચેતવણી આપી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news