JK: પત્રકાર શુજાત બુખારીની હત્યા, પોલીસે શંકાસ્પદોની તસવીરો જારી કરી

જમ્મુ અને કાશ્મીર રાજ્ય પોલીસે ગુરુવારે રાતે રાઈઝિંગ કાશ્મીરના સંપાદક શુજાત બુખારીની હત્યા મામલે કેટલાક શંકાસ્પદ લોકોની તસવીરો જારી કરી છે.

JK: પત્રકાર શુજાત બુખારીની હત્યા, પોલીસે શંકાસ્પદોની તસવીરો જારી કરી

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર રાજ્ય પોલીસે ગુરુવારે રાતે રાઈઝિંગ કાશ્મીરના સંપાદક શુજાત બુખારીની હત્યા મામલે કેટલાક શંકાસ્પદ લોકોની તસવીરો જારી કરી છે. બાઈક પર સવાર આ 3 લોકો પર પોલીસને શક છે કે તેઓ બુખારીની હત્યામાં સામેલ હોઈ શકે છે.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ તસવીરો જારી કરી છે. પોલીસને શક છે કે આ બાઈક સવારોએ વરિષ્ઠ પત્રકાર બુખારીની હત્યા કરી છે. પોલીસે સ્થાનિક લોકોને અપીલ કરી છે કે આ સંદિગ્ધોની ઓળખ કરવામાં મદદ કરે. પોલીસને આ  લોકો પર શક એટલા માટે છે કારણ કે તેમણે પોતાના ચહેરા છૂપાવેલા હતાં.

— ANI (@ANI) June 14, 2018

અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓએ ગુરુવારે વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. શુજાત પર આ હુમલો સાંજે લગભગ સાત વાગે શ્રીનગરની પ્રેસ કોલોનીમાં કરવામાં આવ્યો હતો. આ હુમલામાં શુજાત બુખારી ઉપરાંત તેમના એક પર્સનલ સુરક્ષાકર્મીનું પણ મોત થયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news