શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે 'ટાઈમ કેપ્સ્યૂલ'ના વિવાદનો છેદ ઉડાવ્યો, અહેવાલો ફગાવ્યા
Trending Photos
અયોધ્યા: શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે ટાઈમ કેપ્સ્યૂલના અહેવાલોને ફગાવ્યાં છે. ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે ટાઈમ કેપ્સ્યૂલના અહેવાલોને ઉપજાવી કાઢેલા ગણાવ્યાં. તેમણે કહ્યું કે જે અહેવાલ ટ્રસ્ટના માધ્યમથી આવે તેના ઉપર જ વિશ્વાસ કરો અને કાલ્પનિક વાતો પર નહીં. ZEE NEWS એ પહેલા જ ટાઈમ કેપ્સ્યૂલના ખબરને ખોટા ગણાવ્યાં હતાં.
અત્રે જણાવવાનું કે રામંદિરના ભૂમિપૂજનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હલચલ વધી રહી છે. દેશભરમાં મંદિર નિર્માણમાં સહયોગ આપવા માટે ગતિવિધિઓમાં તેજી આવી છે. ભૂમિ પૂજન માટે પવિત્ર નદીઓના જળ અને તીર્થ સ્થળોની પવિત્ર માટીને લાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. 5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં ભૂમિ પૂજન કરીને મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરશે.
All reports about placing of a time capsule under the ground at Ram Temple construction site on 5th August are false. Do not believe in any such rumour: Champat Rai, General Secretary, Ram Janmabhoomi Teerth Kshetra Trust https://t.co/tAaZWsuJWn pic.twitter.com/HQ4CkZ9Ob9
— ANI (@ANI) July 28, 2020
અત્રે જણાવવાનું કે એવા અહેવાલો હતાં કે રામ મંદિર નિર્માણ સ્થળ પર જમીનમાં લગભગ 200 ફૂટ નીચે એક ટાઈમ કેપ્સ્યૂલ નાખવામાં આવશે. જેનો હેતુ એવો ગણાવાતો હતો કે વર્ષો બાદ પણ જો કોઈ રામ જન્મભૂમિ વિશે જાણવા ઈચ્છે તો તે જાણી શકે.
શું હોય છે ટાઈમ કેપ્સ્યૂલ
અગાઉ દેશમાં અલગ અલગ જગ્યા પર આ રીતે ટાઈમ કેપ્સ્યૂલ નાખવામાં આવેલી છે. લાલ કિલ્લો, કાનપુરની આઈઆઈટી કોલેજ અને કૃષિ વિશ્વવિદ્યાલયમાં રખાઈ છે. અહેવાલોમાં એવું કહેવાયું હતું કે ટાઈમ કેપ્સ્યૂલ બનાવીને બસ્સો ફૂટ નીચે નાખવાથી જો કોઈ પ્રકારનો વિવાદ ભવિષ્યમાં આવે તો તેને ઉકેલાઈ શકે. લાલ કિલ્લામાં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ તેને 32 ફૂટ નીચે રાખી હતી.
જુઓ LIVE TV
એવું કહેવાય છે કે આ ટાઈમ કેપ્સ્યૂલથી ભવિષ્યમાં જ્યારે પણ કોઈ ઈતિહાસ જાણવા માંગશે તો તે શ્રીરામ જન્મભૂમિના સંઘર્ષનો ઈતિહાસ કે સાથે જ તથ્ય પણ કાઢી શકશે જેનાથી કોઈ પણ વિવાદ ભવિષ્યમાં પેદા થશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે