IAFએ કહ્યું-અભિનંદને તોડ્યું હતું તે વિમાન PAK એફ-16 જ હતું, સાબિતી માટે પુરતા પુરાવા

ભારતીય વાયુસેનાએ એક નિવેદનમાં કહ્યું છે કે 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેનાના વિમાન અને પાકિસ્તાની ફાઈટર જેટ વચ્ચે જે ડોગ ફાઈટ થઈ હતી અને પાઈલટ અભિનંદને જે પાકિસ્તાની વિમાન તોડી પાડ્યું હતું તે એફ-16 વિમાન જ હતું.

IAFએ કહ્યું-અભિનંદને તોડ્યું હતું તે વિમાન PAK એફ-16 જ હતું, સાબિતી માટે પુરતા પુરાવા

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ એક નિવેદનમાં કહ્યું છે કે 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેનાના વિમાન અને પાકિસ્તાની ફાઈટર જેટ વચ્ચે જે ડોગ ફાઈટ થઈ હતી અને પાઈલટ અભિનંદને જે પાકિસ્તાની વિમાન તોડી પાડ્યું હતું તે એફ-16 વિમાન જ હતું. વાયુસેનાનો દાવો છે કે ઈલેક્ટ્રોનિક સિગ્નેચરથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે. સૂત્રોનું કહેવું છે કે એફ-16 વિમાનને નિયંત્રણ રેખાથી 8-10 કિમી દૂર સબ્જકોટના વિસ્તારમાં અભિનંદનના મિગ  21 વિમાનથી ફાયર થયેલા આર 72 મિસાઈલથી જ તોડી પાડવામાં આવ્યું હતું. 

અભિનંદનના વિમાનને તે જગ્યાએથી 10 કિમી દૂર તંદરમાં તોડી પાડવામાં આવ્યું હતું. ભારતીય સરહદની અંદર ઉડી રહેલા અવાક્સના સ્ક્રીન શોટથી ખબર પડે છે કે અભિનંદનની સામે ઉડી રહેલું વિમાન પાકિસ્તાની ફાઈટર જેટ એફ-16 જ હતું. જેમાંથી એક ફાઈટર ગણતરીની પળોમાં સ્ક્રીનથી ગાયબ થઈ ગયું હતું. ત્યારબાદ પાકિસ્તાનના રેડિયો ટ્રાન્સમિશનના ઈન્ટરસેપ્ટથી એ પણ જાણવા મળ્યું કે તેમનું એક એફ-16 વિમાન પાછુ ફર્યું નથી. સૂત્રોનો દાવો છે કે વાયુસેના પાસે પૂરતા પૂરાવા છે જે દર્શાવે છે કે પાકિસ્તાન એફ-16 મામલે બધાને ગોળ ગોળ ફેરવી રહ્યું છે. અવોક્સના electronic support measuresએ હુમલાખોર જેટ્સમાં એફ 16 હોવાની પુષ્ટિ પણ કરી હતી. 

ભારતે તોડી પાડ્યું હતું PAK એફ-16 વિમાન, પણ અમેરિકાએ કહ્યું-બધા પાકિસ્તાની જેટ સુરક્ષિત
એક અમેરિકી મેગેઝીનનું કહેવું છે કે પાકિસ્તાન પાસે જેટલા પણ એફ-16 ફાઈટર વિમાનો હતાં તેમાંથી એક પણ વિમાન 'ગુમ' નથી અને તેમાંથી કોઈને કશું નુકસાન થયું નથી. પ્રતિષ્ઠિત અમેરિકી મેગેઝીન 'ફોરેન પોલીસી મેગેઝીન'ના એક રિપોર્ટમાં આ વાત જણાવવામાં આવી છે. આ રિપોર્ટ ભારતના તે દાવાને પણ ફગાવે છે કે ભારતીય વાયુસેનાએ 27 ફેબ્રુઆરીના રોજ હવાઈ સંઘર્ષ દરમિયાન એક એફ-16 ફાઈટર વિમાન તોડી પાડ્યું હતું. 

ભારતે 28 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાની એફ-16 દ્વારા છોડાયેલી એએમઆરએએએમ મિસાઈલના ટુકડા પણ બતાવ્યાં હતાં જે એ વાતની પુષ્ટિ કરે છે કે પાકિસ્તાને કાશ્મીરમાં ભારતીય સૈન્ય પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવા માટે હવાઈ હુમલા વખતે અમેરિકાના એફ-16 ફાઈટર વિમાનો તહેનાત કર્યા હતાં.

પાકિસ્તાને કહ્યું હતું કે કોઈ એફ-16 વિમાનનો ખોટો ઉપયોગ કરાયો નથી અને પોતાના એક વિમાનને ભારતીય વાયુસેના દ્વારા તોડી પાડવાના દાવાને પણ ફગાવ્યો હતો. મેગેઝીનના રિપોર્ટ મુજબ પાકિસ્તાને આ ઘટના બાદ અમેરિકાને એફ-16 ફાઈટર વિમાનોની ગણતરી કરવા માટે આમંત્રિત પણ કર્યું હતું. 

મેગેઝીનની લારા સેલિગમને ગુરુવારે કહ્યું કે પાકિસ્તાનના એફ-16 કાફલાની ગણતરી દરમિયાન અમેરિકાને જાણવા મળ્યું છે કે બધા વિમાનો હાજર છે અને તેમાંથી કોઈને કશું નુકસાન થયું નથી. જે સીધે સીધુ ભારતના તે દાવાથી વિરુદ્ધ છે કે તેણે ફેબ્રુઆરીમાં થયેલા હવાઈ સંઘર્ષમાં પાકિસ્તાનનું એક વિમાન તોડી પાડ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news