ઉદ્ધવ ઠાકરેની મુલાકાત બાદ બોલ્યા સંજય રાઉત, PM મોદી દેશના સર્વોચ્ચ નેતા
શિવસેના નેતા સંજય રાઉત આ સમયે ઉત્તર મહારાષ્ટ્રના પ્રવાસ પર છે. અહીં જલગાંવમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, શિવસેના હંમેશાથી માને છે કે પ્રધાનમંત્રી દેશના હોય છે તેના પર કોઈ એક પાર્ટીનો અધિકાર ન હોવો જોઈએ.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે પાછલા મંગળવારે દિલ્હીમાં થયેલી બેઠકને લઈને શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ કે, પ્રધાનમંત્રી મોદી દેશ અને ભાજપના સર્વોચ્ચ નેતા છે. હકીકતમાં મીડિયામાં આવી રહેલી ખબરોને લઈને સંજય રાઉતને સવાલ કરવામાં આવ્યો કે, આરએસએસ રાજ્યોમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં તે રાજ્યના નેતાઓના ચહેરાને રજૂ કરવાનું વિચાર કરી રહ્યું છે શું તેવામાં કહી શકાય કે મોદીની લોકપ્રિયતા પર અસર પડી છે અને તે પહેલાથી ઓછી થઈ છે.
આ સવાલનો જવાબ આપતા સંજય રાઉતે કહ્યુ- હું કોઈ પ્રકારની કોઈ ટિપ્પણી કરવા ઈચ્છતો નથી, મીડિયામાં શું અહેવાલો આવી રહ્યા છે તે નથી જાણતો. તેને લઈને કોઈ પ્રકારનું સત્તાવાર નિવેદન આવ્યું નથી. છેલ્લા સાત વર્ષોમાં ભાજપને મળેલી સફળતાનો બધો શ્રેય મોદીને જાય છે અને દેશ અને ભાજપ પાર્ટીના સર્વોચ્ચ નેતા છે.
મહત્વનું છે કે શિવસેના નેતા સંજય રાઉત આ સમયે ઉત્તર મહારાષ્ટ્રના પ્રવાસ પર છે. અહીં જલગાંવમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, શિવસેના હંમેશાથી માને છે કે પ્રધાનમંત્રી દેશના હોય છે તેના પર કોઈ એક પાર્ટીનો અધિકાર ન હોવો જોઈએ, તેથી પ્રધાનમંત્રીએ ચૂંટણી અભિયાન જેવા કાર્યક્રમોમાં ભાગ ન લેવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદી ઈચ્છે તો તેમની પાર્ટી વાઘ (શિવસેનાનું ચૂંટણી ચિન્હ) સાથે મિત્રતા કરી શકે છે. આ વાત પર સંજય રાઉતે કહ્યુ- વાઘની સાથે કોઈ મિત્રતા ન કરી શકે વાઘ સ્વયં નક્કી કરે છે કે તેણે કોની સાથે મિત્રતા કરવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે