શિવસેનાએ અમેરિકાને આપી ચેતવણી, 'ભારતની આંતરિક બાબતોમાં ચંચૂપાત કરવાનું બંધ કરો'

શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા અમેરિકાની ટ્રમ્પ સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ અણેરિકા પર આ હુમલો તેમના વિદેશ વિભાગના એ રિપોર્ટને લઈને કર્યો છે કે જેમાં કહેવાયું છે કે ભારતમાં ધર્મના નામે હિંસા વધી ગઈ છે. 'અમેરિકી ચુગલખોરી' નામના શિર્ષક હેઠળ શિવેસનાએ લખેલા સંપાદકીયમાં લખ્યું છે કે, 'હિન્દુસ્તાનમાં ધર્મના નામે હિંસા વધી ગઈ છે અને હિંદુ સંગઠન અલ્પસંખ્યકો અને મુસલમાનો પર હુમલો કરી રહ્યાં છે, એવું 'રિસર્ચ' અમેરિકાના વિદેશ વિભાગે કર્યું છે. આ ઉપરાંત આ હુમલાને રોકવામાં મોદી સરકાર નિષ્ફળ ગઈ છે, તેવો હંમેશાનો રાગ પણ અમેરિકાએ આલાપ્યો છે.'

શિવસેનાએ અમેરિકાને આપી ચેતવણી, 'ભારતની આંતરિક બાબતોમાં ચંચૂપાત કરવાનું બંધ કરો'

નવી દિલ્હી: શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા અમેરિકાની ટ્રમ્પ સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ અણેરિકા પર આ હુમલો તેમના વિદેશ વિભાગના એ રિપોર્ટને લઈને કર્યો છે કે જેમાં કહેવાયું છે કે ભારતમાં ધર્મના નામે હિંસા વધી ગઈ છે. 'અમેરિકી ચુગલખોરી' નામના શિર્ષક હેઠળ શિવેસનાએ લખેલા સંપાદકીયમાં લખ્યું છે કે, 'હિન્દુસ્તાનમાં ધર્મના નામે હિંસા વધી ગઈ છે અને હિંદુ સંગઠન અલ્પસંખ્યકો અને મુસલમાનો પર હુમલો કરી રહ્યાં છે, એવું 'રિસર્ચ' અમેરિકાના વિદેશ વિભાગે કર્યું છે. આ ઉપરાંત આ હુમલાને રોકવામાં મોદી સરકાર નિષ્ફળ ગઈ છે, તેવો હંમેશાનો રાગ પણ અમેરિકાએ આલાપ્યો છે.'

શિવસેનાએ પોતાના લેખમાં લખ્યું છે કે, 'અમેરિકામાં સરકાર કોઈ પણ હોય, પરંતુ  તેઓ દુનિયાના 'સ્વઘોષિત' પાલનહાર છે. અમે જ વિશ્વની એકમાત્ર વૈશ્વિક મહાસત્તા છે અને આખી દુનિયાને સમજદારી શીખવાડવાનો ઠેકો ફક્ત અમારી પાસે છે, એવું દરેક અમેરિકી સત્તાધારીને લાગે છે. આથી હિન્દુસ્તાનમાં અલ્પસંખ્યકો અને મુસલમાનોની સુરક્ષા પર ટ્રમ્પ સરકારના વિદેશ વિભાગની બેચેની વધી હશે તો તેમાં કશું અનપેક્ષિત કશું જ નથી.'

લેખમાં આગળ લખ્યું છે કે આ અગાઉ પણ ગૌમાંસ રાખવાની શંકા પર આપણા દેશમાં જે કેટલાક મોત થયા, તેના પર અમેરિકાએ મગરમચ્છના આસું વહાવ્યાં હતાં અને હિન્દુસ્તાનની સરકારને આરોપીના દાયરામાં મૂકી હતી. હજુ  પણ ધર્મ અને ગૌરક્ષાના કારણએ હિન્દુ સંગઠનો દ્વારા મુસલમાનો અને અલ્પસંખ્યકો પર સામૂહિક હુમલાઓ વધ્યા છે, એવું 'ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ ઈન્ડિયા-2018' નામથી અમેરિકી વિદેશ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ થયેલા રિપોર્ટમાં કહેવાયું છે. આ રિપોર્ટમાં એવું રિસર્ચ કરાયું છે કે, '2015થી 2017 દરમિયાન હિન્દુસ્તાનમાં જાતીય હિંસા 9 ટકા વધી અને 822 ઘટનાઓમાં 111 લોકોના મોત થયાં.'

જુઓ LIVE TV

શિવેસનાએ આગળ લખ્યું છે કે, 'અમેરિકી પ્રશાસનને પ્રાપ્ત 'દિવ્યદ્રષ્ટિ'ના કારણે હિન્દુસ્તાન જ નહીં પરંતુ વિશ્વના તમામ નાના મોટા દેશોમાં થનારા માનવાધિકાર ભંગ અને ત્યાં અલ્પસંખ્યકો પરના હુમલા વગેરે તેમને ત્યાં બેઠા બેઠા ખબર પડી જાય છે. ઈરાક જેવા દેશમાં એવા રાસાયણિક શસ્ત્રો કે જે વાસ્તવમાં હતાં જ નહીં, તે અમેરિકાને આ જ રીતે દેખાયા હતાં. તે જ મુદ્દાને લઈને ઈરાકને બરબાદ કરી દેવાયું અને દેશના તત્કાલિન રાષ્ટ્રાધ્યક્ષ સદ્દામ હુસૈનને ફાંસી પર લટકાવી દેવાયા હતાં. કેટલાક દાયકા અગાઉ વિયતનામ પર કરાયેલા હુમલાથી અમેરિકા મુશ્કેલીમાં પડ્યું હતું. ત્યારબાદ અફઘાનિસ્તાનમાં ફસાયેલો 'સેના પ્રયોગ' આ જ દેશે કર્યો હતો. થોડા વર્ષો પહેલા ખાડી દેશોમાં ફેલાયેલું 'અરબ સ્પ્રિંગ' આંદોલન યુદ્ધમાં ફેરવાઈ ગયું અને જેના કારણે અમેરિકી સંબંધો વણસ્યા. સ્વાભાવિક રીતે અમેરિકાએ આ દેશોમાં પોતાનો ચંચૂપાત કર્યો હતો.'

હિન્દુસ્તાનના આંતરિક મામલાઓથી દૂર રહે અમેરિકા: શિવસેના
શિવસેનાએ લેખમાં આગળ લખ્યુ છે કે વચ્ચેના સમયગાળામાં સાઉદી અરબ અને હવે ઈરાનને પરેશાન કરવાનું કામ ટ્રમ્પ સરકાર કરી રહી છે. હાલાત એવા બની ગયા છે કે ઈરાન-અમેરિકા વચ્ચે ગમે તે ક્ષણે યુદ્ધ થઈ શકે છે. હિન્દુસ્તાનના આંતરિક મામલાઓમાં પણ ચંચૂપાત કરવાની અમેરિકાની જૂની આદત છે. જ્યારે બરાક ઓબામા જેવા 'ઉદારવાદી' રાષ્ટ્રાધ્યક્ષ હતાં, ત્યારે પણ અમેરિકાની આ નીતિ બદલાઈ નહતી. વર્તમાન રાષ્ટ્રાધ્યક્ષ ટ્રમ્પ પણ એ જ રસ્તે ચાલી રહ્યાં છે. અમેરિકી રાષ્ટ્રાધ્યાક્ષ પદની ચૂંટણીમાં ટ્રમ્પ હિન્દુ મતદારો સામે ઝૂક્યા હતાં. પરંતુ અમેરિકાના રાષ્ટ્રાધ્યક્ષ બનતા જ તેમણે હિન્દુસ્તાનને આર્થિક રીતે ભીંસમાં લેવાનો પ્રયત્ન કર્યો. 

હિન્દુસ્તાને તેને વધુ મહત્વ ન આપતા ટ્રમ્પ છંછેડાયા પણ ખરા. લોકસભા ચૂંટણીની બરાબર પહેલા જ અમેરિકાના ગુપ્તચર વિભાગના પ્રમુખ ડેન કોટ્સે પ્રાચર દરમિયાન એવી 'ભવિષ્યવાણી' પણ કરી હતી કે હિન્દુસ્તાનમાં સાંપ્રદાયિક હિંસા અને જાતીય હિંસા ગમે ત્યારે ભડકી શકે છે. પશ્ચિમ બંગાળમાં કેટલીક જગ્યાઓ પર હિંસાને બાદ કરીએ તો દેશભરમાં ચૂંટણી શાંતિથી પૂરી થઈ. આમ છતાં ગત વર્ષે હિન્દુ સંગઠનોએ અલ્પસંખ્યકો અને મુસલમાનો પર હુમલા કર્યાં, એવો 'સાક્ષાત્કાર' અમેરિકાના વિદેશ મંત્રાલયને થયો છે. હિન્દુસ્તાનના આંતરિક મામલાઓમાં હંમેશા ઘૂસણખોરી કરવાની અમેરિકાની પરંપરા મુજબ આમ થાય છે. 

હિન્દુસ્તાનના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર અમેરિકાને કોણે આપ્યો. હિન્દુસ્તાને આ આરોપને ફગાવતા અમેરિકાની ચુગલખોરી ચાલવા દીધી નથી, જે સારું જ થયું. ઓછામાં ઓછું અમેરિકાએ હવે હિન્દુસ્તાન મામલે 'બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના' જેવી હરકત છોડી દેવી જોઈએ. હિન્દુસ્તાનમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિ એ અહીંની સરકારની જવાબદારી છે અને તે વ્યવસ્થા તંદુરસ્ત રાખવામાં સરકાર સમર્થ છે. ટ્રમ્પ પ્રશાસન પહેલા એ જુએ કે તેમના પગ નીચે શું બળી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news