શશિ થરૂરે રામ મંદિર અંગે આપ્યું વિવાદિત નિવેદન, સ્વામીએ ગણાવ્યા 'નીચ માણસ'

થરૂરે કહ્યું કે, કોઇ પણ સારો હિંદુ વિવાદિત સ્થળ પર રામ મંદિર નહી ઇચ્છે, કારણ કે તે પાડી દેવાયેલું એક ધર્મ સ્થાન છે

શશિ થરૂરે રામ મંદિર અંગે આપ્યું વિવાદિત નિવેદન, સ્વામીએ ગણાવ્યા 'નીચ માણસ'

નવી દિલ્હી : અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે હાલમાં જ આપેલા નિવેદન અંગે વિવાદ પેદા થઇ ગયો છે. કોંગ્રેસ નેતાએ ધ હિંદૂ લિટ ફોર લાઇફ ડાયલોગ 2018માં કહ્યું હતું કે, કોઇ પણ સારો હિંદુ વિવાદિત સ્થળ પર રામ મંદિર નહી ઇચ્છે. હિંદુ અયોધ્યાનાં રામ જન્મ સ્થાન માને છે માટે કોઇ પણ હિંદુ પાડી દેવાયેલા ધાર્મિક સ્થળ પર રામ મંદિર બને તેવું નહી ઇચ્છે. થરૂરનાં આ નિવેદન અંગે ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્ય સ્વામીએ વળતો પ્રહાર કર્યો છે. વિવાદ વકરતા શશિ થરૂરે ટ્વીટ કરીને કહ્યું કે, તેમનો અંગત મુદ્દો છે. સ્વામીએ પોતાનાં નિવેદન માટે થરૂરને નીચ આદમી ગણાવ્યા હતા. તેઓ કોંગ્રેસ પાર્ટી પ્રવક્તા નથી જે તેની કહેલી વાતોને પાર્ટીનું મંતવ્ય બનાવવામાં આવે. 

સુબ્રમણ્ય સ્વામીએ કહ્યું કે, સુનંદા પુષ્કરની હત્યા મુદ્દે શશિ થરૂરની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઇ ચુકી છે. તે નીચ વ્યક્તિ છે. તેને જોલ થશે. તેમણે કહ્યુંકે, રામ મંદિર અને હિંદુત્વ મુદ્દે કોઇ જ માહિતી નથી. દેશનો દરેક સાધુ-સંત અયોધ્યામાં રામ મંદિર બનતું જોવા માંગે છે. 

धारा 377 पर फैसले के बाद शशि थरूर ने साधा बीजेपी सांसदों पर निशाना

સુબ્રમમ્યમ સ્વામીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી થરૂરનાં તે નિવેદનનું સમર્થન નહી કરે. તેઓ પોતાની જાતને તેનાંતી અલગ કરી લેશે. થરૂરે વિચાર્યા વગરનું જ નિવેદન આપ્યું છે. 

થરૂરે હિંદુ ધર્મના વખાણ કર્યા હતા. 
આ વર્ષે 21 સપ્ટેમ્બરે કોંગ્રેસ સંસદ શશિ થરૂરે હિંદુ ધર્મના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, હિંદુ એક અનોખો ધર્મ છે અને આ આ સંશય હાલનાં સમય માટે અનુકુળ છે. થરૂરે ધર્મની રાજનીતિ કરનારા લોકોની પણ ઝાટકણી કાઢી હતી. ન્યૂયોર્કમાં જયપુર સાહિત્ય મહોત્સવમાં એક ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે, હિંદુ ધર્મ તે તથ્ય પર નિર્ભર કરે છે કે ઘણી વાતો એવી છે જે અંગે આપણે નથી જાણતા. હાલનાં સમયમાં તેને અનુકુળ થવા મુદ્દે તેમણે કહ્યું કે, પહેલી વાત તે અનોખું તથ્ય છે કે અનિશ્ચિતતા તથા સંશયના યુગમાં તમારી પાસે વિલક્ષણ પ્રકારનો ધર્મ છે જેના કારણે સંશયનો વિશેષ લાભ છે. 

ઋગવેદ વસ્તુત: જણાવે છે કે બ્રહ્માંડની ઉત્પદિ ક્યાંથી થઇ, કોણે આખાસ અને ધરતીનું નિર્માણ કર્યું, તેઓ ધર્મ જે સર્વજ્ઞાની નિર્માણકર્તા સવાલ કરતું હોય તો તે મારા વિચારથી આધુનિક અને ઉત્તર આધુનિક ચૈતન્ય માટે અનોખો ધર્મ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news