શરદ પવારની પ્રોફાઈલ સાથે છેડછાડ કરી વીકિપીડિયા પર બતાવાયા સૌથી ભ્રષ્ટ નેતા

વિરોધ પક્ષ હોય કે પછી સત્તા પક્ષ, એક રાજનેતા પોતાના પ્રશ્નો દ્વારા બીજી પાર્ટીને કઠેડામાં ઊભા રાખવાના પ્રયાસો કરી રહ્યા છે, આ જંગ જીભથી જેટલી લડાઈ રહી છે, તેટલી જ સોશિયલ મીડિયા પર પણ વધુ તેજ થઈ રહી છે, હવે તેની અસર વીકિપીડિયામાં પણ જોવા મળી રહી છે 

શરદ પવારની પ્રોફાઈલ સાથે છેડછાડ કરી વીકિપીડિયા પર બતાવાયા સૌથી ભ્રષ્ટ નેતા

લખનઉઃ દેશમાં લોકસભા ચૂંટણી જાહેર થવાની સાથે જ ચોરે ને ચૌટે અત્યારે તેની જ ચર્ચા જોવા મળી રહી છે. દરેક પાર્ટી ચૂંટણી રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે તો વળી સાથે જ ઉમેદવારોની પસંદગીનું મનોમંથન પણ પાર્ટીઓ માટે માથાનો દુખાવો બનેલું છે. વિરોધ પક્ષ હોય કે પછી સત્તા પક્ષ, એક રાજનેતા પોતાના પ્રશ્નો દ્વારા બીજી પાર્ટીને કઠેડામાં ઊભા રાખવાના પ્રયાસો કરી રહ્યા છે, આ જંગ જીભથી જેટલી લડાઈ રહી છે, તેટલી જ સોશિયલ મીડિયા પર પણ વધુ તેજ થઈ રહી છે, હવે તેની અસર વીકિપીડિયામાં પણ જોવા મળી રહી છે. 

શરદ પવારની પ્રોફાઈલ સાથે કરાઈ છેડછાડ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ એવા શરદ પવારની વીકિપીડિયાની પ્રોફાઈલ સાથે કોઈએ છેડછાડ કરી છે. શરદ પવારની વીકિપીડિયાની પ્રોફાઈલમાં તેમને 'Nationalist Currupt Part'ના અધ્યક્ષ બતાવાયા છે. ખાસ વાત એ છે કે, આ શબ્દોને લાંલ રંગ કરી દેવાયો છે. 

અગાઉ પણ થઈ છે આવી ઘટનાઓ
નેતાઓની પ્રોફાઈલ સાથે છેડછાડની આ કોઈ પ્રથમ ઘટના નથી. આ અગાઉ એનસીપીના નેતા રંજીત સિંહ મોદિતે પાટીલની પ્રોફાઈલ સાથે છેડછાડની ઘટના બની હતી. આ છેડછાડમાં રંજીત સિંહને એક સાથે ત્રણ પાર્ટીના નેતા બતાવાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news