બ્રહ્મોસ જાસુસીનો આરોપી નીશાંત 2 મહિલાઓના સંપર્કમાં હતો, ATS પરેશાન

નિષ્ણાંતોના અનુસાર મિસાઇલ યૂનિટમાં જાસુસીનો કિસ્સો સામે આવ્યા બાદ નીશાંત હની ટ્રેપમાં ફસાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું

બ્રહ્મોસ જાસુસીનો આરોપી નીશાંત 2 મહિલાઓના સંપર્કમાં હતો, ATS પરેશાન

નવી દિલ્હી : મહારાષ્ટ્રનાં નાગપુરમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ની બ્રહ્મોસ યૂનિટમાં કાર્યરત્ત નિશાંત અગ્રવાલને સુરક્ષા અંગેની માહિતી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIને આપવાનાં આરોપમાં ઉત્તરપ્રદેશ એન્ટી ટેરર સ્કવોર્ડ (ATS) અને મિલિટરી ઇન્ટેલિજન્સને મળીને ધરપકડ કરવામાં આવી છે. 

યુપી એટીએસનાં આઇજી અસીમ અરૂણે જણાવ્યું કે, ડીઆરડીઓમાં કાર્યરત નિશાંત અગ્રવાલનાં કોમ્પ્યુટરથી ખુબ જ સંવેદનશીલ માહિતી મળી આવી છે. તેમણે કહ્યું કે, નિશાંત અગ્રવાલનાં કોમ્પ્યુટર સાથે તેમનાં પાકિસ્તાન ખાતે આઇડી પર ફેસબુક દ્વારા ચેટિંગનું પણ કેટલાક પુરાવાઓ સામે આવ્યા છે. 

એટીએસનાં આઇજી અસીમ અરૂણે જણાવ્યું કે, થોડા મહિનાઓ પહેલા સુધી બીએસએફનાં જવાનની ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન ત્રણ નકલી ફેસબુક આઇડીની માહિતી મળી, જે પાકિસ્તાન આધારિત આઇડીતી સંચાલિત થતું હતું. તપાસમાં તે વાતની પૃષ્ટી થઇ હતી કે નિશાંત અગ્રવાલ જે એક એન્જિનિયર છે તે પાકિસ્તાનનાં આઇપી એડ્રેસથી સંચાલિત થનારા ફેસબુક આઇડી દ્વારા ચેટિંગના માધ્યમથી સંપર્કમાં હતા. 

આઇજી અરૂણે જણાવ્યું કે, નાગપુર ઉપરાંત આગરા અને કાનપુરમાં પણ રેડ થઇ હતી. અમારૂ માનવું છે કે તેનાં લેપટોપથી જે સંવેદનશીલ માહિતી મળી આવી છે તે તેની પાસે નતી હોવી જોઇતી. 

 જો કે યુપી એટીએસનાં અનુસાર તે વાતની તપાસ કરવામાં આવી રહી છે કે આ સંવેદનશીલ માહિતી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ સુધી પહોંચી છે કે નહી. એટીએસ હની ટ્રેપિંકના એંગલની દ્રષ્ટીએ પણ આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે કારણ કે નિશાંત અગ્રવાલ કથિત રીતે બે મહિલાઓનાં સંપર્કમાં હતો જેનાં આઇપી એડ્રેસ પાકિસ્તાનનાં હતા. 

નિશાંત પર આરોપ છે કે તેમણે બ્રહ્મોસ મિસાઇલ અંગેની ટેક્નીકલ માહિતી પાકિસ્તાની એજન્સીને સોંપી છે. નિશાંત અગ્રવાલ ઉતરાખંડનો રહેવાસી છે અને છેલ્લા 4 વર્ષતી ડીઆરડીઓ નાગપુર યૂનિટમાં કામ કરી રહ્યો હતો. હાલ તેના પર ઓફીશિયલ સીક્રેટ એક્ટ હેઠળ કેસ દાખલ કરીને પુછપરછ કરવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news