Breaking News: આર્મીની પકડમાં આવ્યો જૈશનો ટોપ કમાન્ડર યાસિર, જમ્મુમાં ગોળીબાર ચાલુ

જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir) ના પુલવામા જિલ્લાના ત્રાલમાં શનિવારે સવારથી જ આતંકીઓ (Terrorists) અને સુરક્ષા કર્મચારીઓ (Security forces) વચ્ચે અથડામણ (encounter) ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ જૈશ-એ-મોહંમદ (Jaish-e-Mohammed) ના એક ટોપ કમાન્ડર કારી યાસિર અને અન્ય બે આતંકીઓને ઘેરી લીધા છે. 
Breaking News: આર્મીની પકડમાં આવ્યો જૈશનો ટોપ કમાન્ડર યાસિર, જમ્મુમાં ગોળીબાર ચાલુ

શ્રીનગર :જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir) ના પુલવામા જિલ્લાના ત્રાલમાં શનિવારે સવારથી જ આતંકીઓ (Terrorists) અને સુરક્ષા કર્મચારીઓ (Security forces) વચ્ચે અથડામણ (encounter) ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ જૈશ-એ-મોહંમદ (Jaish-e-Mohammed) ના એક ટોપ કમાન્ડર કારી યાસિર અને અન્ય બે આતંકીઓને ઘેરી લીધા છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, કારી યાસિર જૈશ માટે ફિયાદીન ગ્રૂપ તૈયાર કરવાનું કામ કરતો હતો. તેની શોધમાં સુરક્ષા કર્મચારીઓ લાંબા સમયથી કામ કરતા હતા. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે કારી યાસિરના મિત્ર અબુ સૈફુલ્લા ઉર્ફે અબુ કાસિમને સુરક્ષા કર્મચારીએ એક અથડામણમાં માર્યો હતો. કાસિમે દક્ષિણ કાશ્મીરમાં એક અથડામણાં તેને ઠાર માર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાસિમ દક્ષિણ કાશ્મીરના ત્રાલ અને ખેવ વિસ્તારોમાં એક વર્ષથી સક્રિય હતો.

India vs New Zealand: અમ્પાયરની નજરમાં ન ચઢી મનીષ પાંડેની આ મોટી મૂર્ખામી, નહિ તો ચિત્ર કંઈક જ હોત....  

પોલીસના જણાવ્યા અનુસાર, મારવામાં આવેલ આતંકવાદી 5 ઓગસ્ટના રોજ 370 કલમ રદ કર્યા બાદ થયેલી હત્યાઓમાં સામેલ હતો. કહેવામાં આવી રહ્યું છે કે, તે પોસ્ટર લગાવવાના કામમાં પણ સામેલ હતો. જેમાં એસપીઓને ધમકી આપવામાં આવી હતી, જ્યારે બિનસ્થાનિક મજૂરોને ઘાટી છોડવાનું કહેવામાં આવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news