Independence Day: આતંકી હુમલાની આશંકા વચ્ચે દિલ્હીથી લઈને કાશ્મીર સુધી હાઈ એલર્ટ, Anti Drone System પણ તૈનાત
સ્વતંત્રતા દિવસને લઈને દિલ્હીથી કાશ્મીર સુધી સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરી દેવામાં આવી છે. ગુપ્ત એજન્સીઓએ આતંકી ષડયંત્રની જાણકારી આપી છે. તેને ધ્યાનમાં રાખતા સુરક્ષા દળ એલર્ટ થઈ ગયા છે. દિલ્હી પોલીસે મુખ્ય સ્થળોની સુરક્ષા વધારી દીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ આઝાદીના જશ્નમાં કોઈ ખલેલ ન પડે તેની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. રાજધાની દિલ્હીથી લઈને કાશ્મીર (Delhi to Kashmir) સુધી સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હીમાં દરેક જગ્યાએ સુરક્ષા દળોના જવાન તૈનાત છે. સ્વતંત્રતા દિવસ (Independence Day) સમારોહને ધ્યાનમાં રાખતા અનેક પ્રતિષ્ઠિત માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે અને દિલ્હીની સરહદો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ સિવાય એન્ટી ડ્રોન સિસ્ટમ (Anti-drone System) ની પણ તૈનાતી કરવામાં આવી છે.
PAK ના ષડયંત્રનો ખતરો
જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir) માં પણ સ્વતંત્રતા દિવસને લઈને એલર્ટ છે. રસ્તા પર નિકળતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. હકીકતમાં ભારત સામે સતત પછળાટ ખાધા બાદ પાકિસ્તાનન મૂંઝવણમાં છે. તેવામાં તે કોઈ ષડયંત્રને અંજામ આપવાની યોજના બનાવી શકે છે. આ વાતને ધ્યાનમાં રાખતા સુરક્ષાદળો ઘાટીમાં વિશેષ સાવચેતી રાખી રહ્યાં છે. સંવેદનશીલ વિસ્તારમાં મોટી સંખ્યામાં જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.
Delhi | Security tightened across the national capital ahead of the 75th Independence Day. Visuals from ITO. (13.08) pic.twitter.com/QoBhnr2a6W
— ANI (@ANI) August 13, 2021
ગુપ્ત સૂચના પર એલર્ટ થઈ પોલીસ
સ્વતંત્રતા દિવસ પહેલા અને સમારોહ થનારા દિવસે દિલ્હી પર આતંકી હુમલાનો ખતરો છે. ગુપ્ત એજન્સીઓ તરફથી આ વિશે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેને લઈને શુક્રવારે દિલ્હી પોલીસના ઈચ્ચ અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી, જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. એલર્ટને ગંભીરતાથી લેતા દિલ્હી પોલીસે મેટ્રો, બજારો, મોલ વગેરેની સુરક્ષા વધારી દીધી છે. આ સિવાય દિલ્હીની સરહદો પર પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પસાર થઈ રહેલા વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં પ્રવેશ માટે આ બેમાંથી એક નિયમનું કરવું પડશે પાલન
Khalistan Supporters પર નજર
તો ખાલિસ્તાની સમર્થકો પણ 15 ઓગસ્ટે કોઈ ગડબડી કરી શકે છે. સુરક્ષા એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે ખાલિસ્તાની દિલ્હી તથા પંજાબમાં ઐતિહાસિક ઇમારતો સહિત અન્ય જગ્યાઓ પર ખાલિસ્તાની ઝંડો ફરકાવી શકે છે. તેને જોતા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. ઇનપુટમાં તે પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ખાલિસ્તાની કિસાનોને ભડકાવી ઉગ્ર પ્રદર્શન કરાવી શકે છે. ગુપ્તચર એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખાલિસ્તાન સમર્થક 14 ઓગસ્ટની રાત્રે 12 કલાકથી લઈને 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ કાર્યક્રમ દરમિયાન કે ત્યારબાદ ગડબડી ફેલાવી શકે છે.
ઐતિહાસિક સ્થળોની સુરક્ષા વધારવામાં આવી
આતંકી હુમલાના ઇનપુટ્સ વચ્ચે ખાલિસ્તાની સમર્થકોને લઈને મળેલા ગુપ્ત એલર્ટથી દિલ્હી પોલીસ સક્રિય થઈ છે. પોલીસે પોતાના ગુપ્ત વિભાગની સ્પેશિયલ યૂનિટને પણ એલર્ટ કરી દીધી છે. જાણકારી પ્રમાણે ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળો પર સાદા કપડામાં પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવી રહ્યાં છે. આ સિવાય 15 ઓગસ્ટ પર ફુગ્ગા અને ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દિલ્હીમાં કલમ 144 પણ લાગૂ કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે