ભારતને આજે વધુ 3 રાફેલ વિમાન મળશે, ફ્રાન્સથી સાંજે સીધા જામનગર એરબેઝ લેન્ડ થશે

ભારતને આજે વધુ 3 રાફેલ વિમાન મળશે, ફ્રાન્સથી સાંજે સીધા જામનગર એરબેઝ લેન્ડ થશે
  • ત્રણેય રાફેલ ફ્રાંસથી ઉડ્ડયન શરૂ કર્યા પછી 7364 કિમીની સફર અટક્યા વિના પૂરી કરશે. સાંજ સુધી ત્રણેય રાફેલ ગુજરાતના જામનગર આવી પહોંચવાની આશા છે.
  • તમામ 36 રાફેલ ભારતીય વાયુસેનાના લડાકુ ગ્રૂપની તાકાત વધારશે. 2021 સુધી ભારતને ફ્રાન્સ તરફથી 16 રાફેલ જેટ મળી જશે

ઝી મીડિયા/બ્યૂરો :ભારતને આજે રાફેલની બીજી ખેપ મળવા જઈ રહી છે. રાફેલ વિમાન (Rafale Jet) ફ્રાન્સથી સીધા આજે ગુજરાતના જામનગર એરબેઝ (Jamnagar Airbase) પર પહોંચશે. અહીં એક બ્રેક બાદ ત્રણ રાફેલ અંબાલા પહોંચી શકે છે. જામનગર એરબેઝ પર તેના માટે પૂરતી તૈયારી કરી લીધી છે. જામનગરથી રાફેલ અંબાલા એરબેઝ જવા રવાના થશે. જ્યારે રાફેલનુ પ્રથમ ગ્રૂપ હરિયાણાના અંબાલા પહોંચ્યું, ત્યારથી જ અધિકારીઓ રાફેલના બીજી ગ્રૂપના સ્વાગત માટે તૈયાર હતા. 

આ સાથે ભારતને 8 રાફેલ મળશે 
વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે, ભારત પહોંચવાના દરમિયાન ત્રણેય રાફેલ વિમાન રસ્તામાં ક્યાય બળતણ ભરાવવા નહિ રોકાય. મુસાફરી દરમિયાન ભારત અને ફ્રાન્સના ટેન્ક બળતણ આપશે. રાફેલ આવતાની સાથે ભારતમાં રાફેલની સંખ્યા 8 થઈ જશે. રાફેલ ફ્રાન્સથી સીધા જામનગરમાં ઉતરશે તેવી શક્યતાને લઈને આગમન માટે અનેક તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 9 કામદારોના મોત 

જામનગરમા રાત રોકાણ કરે તેવી શક્યતા 
ફ્રાંસથી જામનગર સુધી પહોચતા રાફેલને 8 કલાક જેટલો સમય લાગશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ત્રણેય રાફેલ ફ્રાંસથી ઉડ્ડયન શરૂ કર્યા પછી 7364 કિમીની સફર અટક્યા વિના પૂરી કરશે. સાંજ સુધી ત્રણેય રાફેલ ગુજરાતના જામનગર આવી પહોંચવાની આશા છે. ત્રણેય રાફેલ સાંજ સુધીમાં જામનગર આવી પહોંચશે અને રાત્રિરોકાણ જામનગર કરશે. આવતીકાલે ગુરૂવારે જામનગરથી અંબાલા એરબેઝ પર જવા ઉડાન ભરશે.

ભારત અને ફ્રાન્સની વચ્ચે 36 રાફેલ વિમાનની ડિલ થઈ હતી. 36માંથી 5 રાફેલનુ ગ્રૂપ 29 જુલાઈના રોજ અંબાલા એરબેઝ પર પહોચ્યું હતુ. તેના બાદ 10 સપ્ટેમ્બરના રોજ ઔપચારિક સમારોહ કરવામાં આવ્યો હતો. ફ્રાન્સે ભારતને દર બે મહિનામાં ત્રણ થી ચાર રાફેલ આપવાનો વાયદો કર્યો છે. આ રીતે તમામ 36 રાફેલ ભારતીય વાયુસેનાના લડાકુ ગ્રૂપની તાકાત વધારશે. 2021 સુધી ભારતને ફ્રાન્સ તરફથી 16 રાફેલ જેટ મળી જશે. 

ભારત-ચીન વચ્ચે બોર્ડર ટેન્શનની વચ્ચે ભારતીય વાયુસેનાના લડાકુ વિમાન રાફેલ લદ્દાખ સીમા પર તૈનાત કરવામાં આવે છે. અહી ભારતીય સેના હાઈએલર્ટ પર છે. હકીકત સ્થિતિને સામાન્ય કરવા માટે બંને દેશોની વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. 

ભારતે રાફેલમાં કરાવ્યા મોડિફિકેશન
ચીન સાથે લાગતી સરહદ પર તાપમાનને જોતા આ વિમાનમાં ભારતે પોતાના પ્રમાણે કેટલાક મોડિફિકેશન કરાવ્યા છે. જેથી ઓછા તાપમાનમાં પણ આ વિમાન સરળતાથી શરૂ થઈ શકે છે. પ્રથમ બેચમાં ભારત પહોંચેલા 5 રાફેલ વિમાનોની 250 કલાક કરતા વધુ ઉડાન અને ફીલ્ડ ફાયરિંગ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. આ વિમાનોને અંબાલામાં 17 ગોલ્ડનએરો સ્કાવડ્રનમાં સામેલ કરવામાં આવ્યા છે. 

ચીનના જે-20 પર ભારે પડશે રાફેલ
ભારતીય રાફેલના મુકાબલે ચીનના ચેંગદૂ J-20 અને પાકિસ્તાનના JF-17 ફાઇટર જેટ છે. પરંતુ આ બંન્ને રાફેલના મુકાબલે થોડા નબળા છે. ચીની જે-20ની મુખ્ય ભૂમિકા સ્ટીલ્થ ફાઇટરની છે, તો રાફેલ ઘણા કામોમાં લગાવી શકાય છે. જે-20ની બેઝિક રેન્જ 1200 કિલોમીટરની છે, જેને 2700 કિલોમીટર સુધી વધારી શકાય છે. J-20ની લંબાઈ 20.3 મીટરથી 20.5 મીટર વચ્ચે હોય છે. તેની ઉંચાઈ 4.45 મીટર અને વિંગસ્પેન 12.88-13.50 મીટર વચ્ચે છે એટલે કે રાફેલથી મોટુ છે. પાકિસ્તાનની પાસે રહેલ  JF-17મા ચીને  PF-15 મિસાઇલો જોડી છે છતાં પણ તે રાફેલના મુકાબલે નબળું છે. 

આગામી વર્ષના અંત સુધી ભારત આવી જશે બધા રાફેલ
ભારતે ફ્રાન્સની સાથે 36 રાફેલ વિમાનોની ખરીદી માટે સોદો કર્યો હતો. 36 રાફેલ વિમાનોમાં 30 ફાઇટર અને 6 તાલીમ વિમાન. તાલીમ વિમાનોમાં બે સીટ હશે અને તેમાં લડાકૂ વિમાન વાળી લગભગ બધી વિશેષતાઓ હશે. રાફેલ વિમાન, રૂસથી સુખોઈ વિમાનોની ખરીદી બાદ 23 વર્ષોમાં લડાકૂ વિમાનોની ભારતની પ્રથમ મોટી ખરીદી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news